42 વર્ષીય પૂર્વ કેપ્ટન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમ માટે લગભગ તમામ મોટા ICC ટાઇટલ જીત્યા છે. આટલું જ નહીં, તેમની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઘણા મહત્વપૂર્ણ પ્રવાસો પર પોતાનો ઝંડો પણ ફરકાવ્યો હતો. આ જ કારણ છે કે આખી દુનિયા તેની કેપ્ટનશીપ અને રમતના પરાક્રમનું સન્માન કરે છે.
જ્યાં સુધી ધોનીએ ભારતીય ટીમમાં હતા, ત્યાં સુધી તે નંબર સાત (7) જર્સીમાં રમ્યા હતા. ક્રિકેટમાં માહીના અજોડ યોગદાનને જોઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને વિશેષ સન્માન આપવાનું નક્કી કર્યું છે. બોર્ડે ધોનીના જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે માહી પછી ભારતીય ટીમમાં સાત નંબરની જર્સીનો ઉપયોગ કોઈ કરી શકશે નહીં.
આ પ્રથમવાર નથી કે જ્યારે કોઈ ખેલાડીના જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય. ધોની પહેલા ક્રિકેટ જગતમાં ‘લોર્ડ ઓફ ક્રિકેટ’ તરીકે જાણીતા સચિન તેંડુલકરનો જર્સી નંબર રિટાયર કરવામાં આવ્યો છે. તેંડુલકર ભારતીય ટીમ માટે 10 નંબરની જર્સી સાથે મેદાનમાં ઉતરતા હતાં.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારતીય ટીમના વર્તમાન ખેલાડીઓને જાણ કરવામાં આવી છે કે ધોનીની જર્સી નંબર-7નો ઉપયોગ હવે પ્રતિબંધિત છે.
ભારતીય ટીમમાં પ્રવેશનારા નવા ખેલાડીઓને હવે જર્સી નંબર 7 અને 10નો વિકલ્પ આપવામાં આવશે નહીં. ધોનીના ભારતીય ક્રિકેટમાં યોગદાનને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: