Not Set/ #INDvWI : ભારતે પ્રથમ ટી-૨૦ મેચમાં ૫ વિકેટે હાંસલ કરી શાનદાર જીત

કલકત્તા, કલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૦૯ રન બનાવ્યા હતા અને ભારતને ૧૧૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૧૧૦ રનના જવાબમાં ભારતીય ટીમે આ લક્ષ્યને ૧૭.૫ ઓવરમાં વટાવી […]

Top Stories Trending Sports
DrKtgeUXgAAsWua #INDvWI : ભારતે પ્રથમ ટી-૨૦ મેચમાં ૫ વિકેટે હાંસલ કરી શાનદાર જીત

કલકત્તા,

કલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે.

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૦૯ રન બનાવ્યા હતા અને ભારતને ૧૧૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

૧૧૦ રનના જવાબમાં ભારતીય ટીમે આ લક્ષ્યને ૧૭.૫ ઓવરમાં વટાવી ૫ વિકેટ જીત હાંસલ કરી હતી. આ સાથે જ ભારતે ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી છે.

ભારત તરફથી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે સૌથી વધુ ૩૧ રન તેમજ કૃણાલ પંડ્યાએ ૨૧ રન બનાવ્યા હતા. જયારે મનીષ પાંડે અને કે એલ રાહુલે અનુક્રમે ૧૯ અને ૧૬ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.

વેસ્ટ ઇન્ડીઝની ટીમે બનાવ્યા ૧૦૯ રન

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૦૯ રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન શાઈ હોપ ૧૪ રન, દિનેશ રામદીન ૨ રન, કાયરોન પોલાર્ડ ૧૪ રન, ડેરેન બ્રાવો ૫ રન અને હેટમેયર ૧૦ રન બનાવી આઉટ થયા હતા જયારે ફબિયન અલેને સૌથી વધુ ૨૭ રન બનાવ્યા હતા.

જયારે ભારત તરફથી સ્પિન બોલર કુલદીપ યાદવે ૩ વિકેટ, તેમજ ઝડપી બોલર ઉમેશ યાદવ, કૃણાલ પંડ્યા અને જસપ્રીત બુમરાહે ૧-૧ વિકેટ ઝડપી હતી.

ખલિલ અહેમદ અને કૃણાલ પંડ્યાએ કર્યું ડેબ્યુ

ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યા અને ઝડપી બોલર ખલિલ અહેમદે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. જયારે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં ઓશાને થોમસ, ખેરી પિએરે અને ફાબિયન એલને પ્રદાર્પણ કર્યું છે.

બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી તેમજ એમ એસ ધોની ગેરહાજર રહેશે, ત્યારે ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં આપવામાં આવી છે.

ભારત v/s વેસ્ટ ઇન્ડીઝ હેડ ટુ હેડ 

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ટી-૨૦ સિરીઝની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે.

બંને ટીમ વચ્ચે અત્યારસુધીમાં ૮ ટી-૨૦ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ૫ મેચમાં ભારતનો પરાજય થયો છે જયારે એક મેચ કોઈ પરિણામ વગરની રહી હતી.