Not Set/ કેમ પૂતળા ની સ્મશાન યાત્રા યોજાઈ, જાણો શું છે ખારવા સમાજની આ પરંપરા

2 દિવસ પહેલા કોડીનારના મૂળ દ્વારકા થી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેનાંસાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતાય. એક કલાક પાણીમા બાથ ભીડયા બાદ 4 માછીમારો નો જીવ બચી ગયો, પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. […]

Top Stories Gujarat Others
mase machimar11 કેમ પૂતળા ની સ્મશાન યાત્રા યોજાઈ, જાણો શું છે ખારવા સમાજની આ પરંપરા

2 દિવસ પહેલા કોડીનારના મૂળ દ્વારકા થી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેનાંસાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતાય. એક કલાક પાણીમા બાથ ભીડયા બાદ 4 માછીમારો નો જીવ બચી ગયો, પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. જેની 27 દિવસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગ્યો ન હતો.

યુવાન માછીમાર ની કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને સ્થાનિક માછીમારો એ ખૂબ શોધખોલ કરી એટલુંજ નહિ હેલિકોપટર ની પણ મદદ લેવાય હતી પરન્તુ ડેથ બોડી હાથ ન લાગતા આખરે મુલદ્વારકા તેમના ઘરે થી તેમના પૂતળા ને પાર્થિવ દેહ માની સ્મશાન યાત્રા યોજાઇ મૃતક અજય ની સ્મશાન યાત્રામાં ગીર સોમનાથ અને દીવ ના તમામ માછીમાર આગેવાનો જોડાયા હતા.સ્મશાન યાત્રા બાદ સ્મશાન પર તેમના પૂતળા ને તમામ વિધિ મુજબ અગ્નિ દાહ આપવામાં આવ્યો.

machhimar કેમ પૂતળા ની સ્મશાન યાત્રા યોજાઈ, જાણો શું છે ખારવા સમાજની આ પરંપરા

જૂની પરંપરા મુજબ સમુદ્રમાં કોઈ લાપતા બને અને શોધ ખોલ બાદ પણ તેનો કોઈ જ પતો ન લાગે તો એક મહિના દિવસમાં તેને મૃત માની લેવામાં આવે છે. અને તેની આત્માની શાંતિ માટે તેમજ વિધિ મુજબ તેનું એક પૂતળું ત્યાર કરવામાં આવે. આ પૂતળામાં લીલા નાળિયેર કપડું અને પહેરવાની ટોપીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેવી રીતે ડેથ બોડીની તમામ વિધિ કરવામાં આવે છે તેવી જ રીતે મૃતકના નામનું બનાવેલા પૂતળાની ખારવા સમાજના વિધિ વિધાન મુજબની વિધિ કરવામાં આવે છે.

માછીમાર અને બીજેપી નેતા વેલજી ભાઈ મસાની ના કેહવા મુજબ જો કોઈ માછીમાર નું અકસ્માતે મોત થાય તો તેને 4 લાખ ની વીમા સહાય આપવામાં આવે છે પરન્તુ એ માટે ડેથ બોડી મળવી જરૂરી છે જો કે અજય ની ડેથ બોડી ન મળી એટલે તેના પરિવાર ને તત્કાળ બે લાખ રૂપિયા ની સહાય કરવામાં.આવી છે વેલજીભાઈ મસાની અને ખારવા સમાજે માંગ કરી છે કે જે લાલ કલર ના શિપે અકસ્માત સર્જ્યો તેને ઝડપી કડક મા કડક કાર્યવાહી થાય.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.