Not Set/ IND vs WI, 3rd ODI/ ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ આજે કટકમાં છે. અહી ટોસ થઇ ગયો છે અને ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. India have won the toss and elected to bowl against West Indies in the series-decider. #INDvWI #TeamIndia @paytm pic.twitter.com/WmlaKIKXQl— BCCI […]

Top Stories Sports
Ind vs wi 3 rd match IND vs WI, 3rd ODI/ ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ આજે કટકમાં છે. અહી ટોસ થઇ ગયો છે અને ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

અગાઉની બંને મેચોમાં બંને ટીમો એક મેચ જીતી ચૂકી છે અને આ સાથે હવે શ્રેણી 1-1 થી બરાબર છે. શ્રેણીની પ્રથમ મેચ વેસ્ટ ઇન્ડીઝે જીતી હતી, જ્યારે ભારતે બીજી મેચ જીતીને શ્રેણીને બરાબર કરી દીધી હતી. હવે આજની મેચ નિર્ણાયક બની છે. આપને જણાવી દઇએ કે, આ મેચ જે પણ જીતે છે તે શ્રેણી પોતાના નામે કરશે.

જયસૂર્યાનાં રેકોર્ડની નજીક રોહિત શર્મા

Image result for rohit and jayasurya

બીજી વનડે મેચમાં 159 રન બનાવનાર રોહિત શર્મા તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર બેટ્સમેન સનથ જયસૂર્યાનાં રેકોર્ડથી નવ રન પાછળ છે. બીજી મેચમાં કેએલ રાહુલે પ્રથમ વિકેટની 227 રનની ભાગીદારી સાથે સદી ફટકારી હતી. જૂન મહિનામાં પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાંથી ઇનિંગ્સનો આરંભ કરનાર રાહુલે વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાના સ્થાનની પુષ્ટિ કરી છે. શ્રેયસ ઐયર અને રિષભ પંતે પણ આ સીરીઝમાં સારી બેટિંગ કરી છે.

ભારત

રોહિત શર્મા, કેએલ રાહુલ, વી કોહલી(કેપ્ટન), એસ ઐયર, આર પંત(વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, કે યાદવ, એન સૈની

વેસ્ટ ઈન્ડિઝ

એવિન લુઇસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, રોસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, કેરોન પોલાર્ડ, જેસન હોલ્ડર, કીમો પોલ, અલોઝારી જોસેફ, ખારી પિયરે, શેલ્ડન કોટરેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.