એન્કાઉન્ટર/ કાશ્મીરમાં સેનાએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને કર્યા ઠાર

એન્કાઉન્ટરમાં એક JCO (જુનિયર કમિશ્ડ ઓફિસર) અને ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા હતા

Top Stories
kkashmir કાશ્મીરમાં સેનાએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ ગંદરવાલના રહેવાસી મુખ્તાર શાહ તરીકે થઈ છે. હાલમાં, બાકીના બેની પણ ઓળખ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને શરણાગતિ માટે અપીલ કરી હતી, પરંતુ આતંકવાદીઓએ શરણાગતિની અપીલ ફગાવી દીધી અને ગોળીબાર કર્યો. જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં તેમને ઠાર કરી દીધા હતા.

 ઉલ્લેખનીય છે કે પૂંછ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં એક JCO (જુનિયર કમિશ્ડ ઓફિસર) અને ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે.ચારથી પાંચ આતંકવાદીઓનું જૂથ ઘેરાયેલું છે. સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએ સોમવારે સવારે પૂંછના સુરનકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું. જેમાં એક જેસીઓ અને ચાર જવાન ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઈજાના કારણે મોત નીપજ્યું હતું. એન્કાઉન્ટર ચાલુ છે.

રવિવારે મોડી રાત્રે શરૂ થયેલા અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ બાકી છે. આ કામગીરીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જણાવી દઈએ કે ગુપ્ત માહિતીના આધારે પોલીસ આતંકવાદીઓના સહાયકને પકડવા ગઈ હતી. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું અને તે આતંકીને મારવામાં સફળ રહ્યો. માર્યા ગયેલા આતંકી પાસેથી એક પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા છે.