શહેરના નરોડા વિસ્તાર સ્થિત કૃષ્ણનગર ક્ષેત્રમાં પોલીસે આંતરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ ર્યો છે. સરકારી ફોર્મ વહેંચવાની અને ભરવાની બાબતનાં પડદા પાછળ ચાલી રહેલા કોલ સેન્ટરના મુખ્ય ત્રણ લોકોની ધરપકડ કરી છે.
કૃષ્ણનગર વિસ્તારના વલ્લભ કોમ્પ્લેક્ષની એક ઓફિસમાં પોલીસે શુક્રવારે છાપા માર્યા હતા. તપાસમાં ખબર પડી છે કે અહી એક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે સેન્ટરના માલિક હિતેશ ભીમાણી (ઉં.વ 30) અને તેમની સાથે કામ કરતા અન્ય બે લોકોની ધરપકડ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દુકાનમાં પાછલા ઘણા સમયથી એસ. કેશ નેટ યુએસએ નામની ગેરકાયદેસર કંપની ચાલતી હતી. જયારે આ બાબત મુદ્દે આરોપીઓથી વધારે માહિતીઓ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.