સુરેન્દ્રનગર/ નર્મદા કેનાલમાં ચમારજ ગામે પસાર થતી કેનાલમાં નગરા ગામની મહિલા સહિત પુત્રીએ ઝંપલાવતા ચકચાર

ચમારજની કેનાલમાં માતા પુત્રી બંન્નેની સુરેન્દ્રનગર ફાયર વિભાગની તરવૈયા ટીમ દ્વારા મૃતક ડેડબોડી બહાર કાઢવામાં આવી.

Gujarat
Untitled 59 3 નર્મદા કેનાલમાં ચમારજ ગામે પસાર થતી કેનાલમાં નગરા ગામની મહિલા સહિત પુત્રીએ ઝંપલાવતા ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ચમારજ ગામથી પસાર થતી નર્મદા કેનાલમાં નગરા ગામની માતા પુત્રીનું મોત નીપજતા ભારે ચકચાર મચી જવા પામી છે આ ઘટનાની જાણ સુરેન્દ્રનગર નગરપાલિકાને કરવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી ફાઈર વિભાગના સુપ્રીટેન્ડ મનોજભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ ફાઈર વિભાગના ઈન્ચાર્જ દેંવાગભાઈ દુધરેજીયાના નેજા હેઠળ ફાયર વિભાગની તરવૈયા ટીમ જેમાં રાહુલભાઈ રાવળદેવ, રાહુલભાઈ ડોડીયા, શક્તિસિંહ પરમાર, મુકેશભાઈ સાકરીયા, ગોપાલભાઈ બારૈયા, સંજયભાઈ ચૌહાણ સહિતની ફાયર વિભાગની ટીમ દોડી જઈ શોધખોળ હાથ ધરવામાં એવીઆઇ હતી.

આ પણ વાચો:રાજકોટ / ગોંડલ રોડ પર કાર-મોબાઇલ શોરૂમ, રેસ્ટોરન્ટ સહિત 25 સ્થળે ડિમોલીશન કરાયું

ધરતા નગરા ગામના પ્રાણગઢના બોર્ડે પાસે રહેતા વાસુદેવભાઈ વસેવલીયાના પત્ની જનકબેન વાસુદેવભાઈ વસવેલીયા ઉંમર 38 અને તેમની દીકરી હર્ષિતાબેન વાસુદેવભાઈ વસવેલીયા ઉંમર 13 વર્ષની દીકરી સહિત માતા કેનાલમાં ડુબતા ફાયર વિભાગની તરવૈયા ટીમે શોધખોળ હાથ ધરી હતી. અને કલાકોની શોધખોળ બાદ માતા પુત્રીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે ખસેડવામાં આવી હતી અને આ ઘટનાના પગલે ઘટનાસ્થળે ગ્રામજનો અને પોલીસ ટીમ દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:રાજકોટ /  આરોગ્ય શાખા દ્વારા વાસી પાઉંભાજી અને મન્ચુરીયન સહિત 17 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો