Not Set/ પંકજ કુમારની મુખ્ય સચિવ પદે વરણી,રાજીવકુમાર ગુપ્તાને ACS,ગૃહનો વધારાનો હવાલો

પંકજ કુમાર અત્યાર સુધી ACS હોમનું પદ સંભાળી રહ્યા હતા જે રાજીવ ગુપ્તાને સોંપી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આ બે જ અધિકારીઓના હાથમાં ગુજરાતની બ્યૂરોક્રસીનાં બે મોટા પદ આપવામા આવ્યા છે,  પંકજ કુમાર મુખ્ય સચિવ જ્યારે મુખ્ય સચિવ બાદ સૌથી મોટું પદ એટલે કે ગૃહખાતાની જવાબદારી રાજીવ ગુપ્તાને આપી દેવામાં આવી છે.

Top Stories Gujarat
pankaj kumar and rajiv gupta પંકજ કુમારની મુખ્ય સચિવ પદે વરણી,રાજીવકુમાર ગુપ્તાને ACS,ગૃહનો વધારાનો હવાલો

ગુજરાતના આઇએએસ અધિકારીઓનો સમગ્ર દેશમાં ડંકો વાગતો આવ્યો છે.ગુજરાતમાં અનિલ મુકીમ નિવૃત્ત થતાં પંકજ કુમારની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આજે જ તેમણે ચાર્જ પણ સંભાળી લીધો છે.  અધિકારી વર્ગમાં  પંકજ કુમાર સરકારનાં ટોપ લીડર્સનાં વિશ્વાસુ ગણાય છે ત્યારે તેમના નામ પર મહોર લગાવવામાં આવી હતી. પંકજ કુમાર અત્યાર સુધી ACS હોમનું પદ સંભાળી રહ્યા હતા જે રાજીવ ગુપ્તાને સોંપી દેવામાં આવ્યું છે.  એવામાં ગુજરાતની બ્યૂરોક્રસીમાં ઓગસ્ટ મહિનાનાં છેલ્લા દિવસે મોટા ફેરફાર થયા છે.પંકજકુમાર હવે ગુજરાતની બ્યૂરોક્રસીનાં નવા બોસ બની ગયા છે, જ્યારે રાજીવ ગુપ્તાને હવે ACS ગૃહનું પદ આપવામાં આવ્યું છે.રાજીવ ગુપ્તા અત્યારે ઉદ્યોગ વિભાગના ACS છે જ્યારે હવે તેમને ગૃહવિભાગનો પણ વધારાનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે.

વિવાદ / ભરતસિંહ સોલંકીના પત્ની બાદ બહેન અલ્કા પટેલે સંપત્તિને લઈને આપી જાહેર નોટિસ

બંને અધિકારીઓ ગુજરાત સરકાર તથા દિલ્હીમાં ટોપ લીડર્સનાં ખૂબ વિશ્વાસુ

પંકજ કુમાર અને રાજીવ ગુપ્તા બંને અધિકારીઓ ગુજરાત સરકાર તથા દિલ્હીમાં ટોપ લીડર્સનાં ખૂબ વિશ્વાસુ ગણાય છે. કોરોના વાયરસ કાળમાં પણ બંને અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે હવે આ બે જ અધિકારીઓના હાથમાં ગુજરાતની બ્યૂરોક્રસીનાં બે મોટા પદ આપવામા આવ્યા છે,  પંકજ કુમાર મુખ્ય સચિવ જ્યારે મુખ્ય સચિવ બાદ સૌથી મોટું પદ એટલે કે ગૃહખાતાની જવાબદારી રાજીવ ગુપ્તાને આપી દેવામાં આવી છે.

સુરત / કિડની વેચો અને ૪ કરોડ રોકડા મેળવો,- જેવી લોભામણી જાહેરાત આપનાર આરોપી ઝડપાયો

અનિલ મુકીમે 31મી તારીખે વિદાય લીધી

અનિલ મુકીમે 31મી તારીખે વિદાય લીધી છે. રાજ્યના ઈતિહાસમાં મુકીમ પહેલા એવા ચીફ સેક્રેટરી છે કે જેમને એક નહીં બે-બે વાર CSનાં પદે એક્સટેન્શન આપવામાં આવ્યું. મુકીમે વર્ષ 2019માં JN સિંઘ બાદ ચાર્જ સંભાળ્યો હતો અને તે બાદ તેઓ 2020માં જ ઓગસ્ટ મહિનામાં તેઓ નિવૃત્ત થવાના હતા, જોકે મુકીમ સરકારનાં ટોપ લીડર્સની ખૂબ જ નજીકના અધિકારી હોવાના કારણે તેમને બે વાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે.રાજીવ કુમાર ગુપ્તાની વાત કરવામાં આવે તેઓ પણ 1986 બેચના છે અને વર્તમાનમાં ઈન્ડસ્ટ્રીઝ & માઈન્સ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે. વધુમાં ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના ગણાતી સરદાર સરોવર પ્રોજેક્ટમાં તેમની પાસે જ MDનો ચાર્જ પણ છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ / અફઘાનિસ્તાનમાંથી 800 લોકોને ભારતે બહાર કાઢ્યા,તાલિબાન પર UNSCનું વલણ શું ?

majboor str 17 પંકજ કુમારની મુખ્ય સચિવ પદે વરણી,રાજીવકુમાર ગુપ્તાને ACS,ગૃહનો વધારાનો હવાલો