Not Set/ દેશનાં આ રાજ્યમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ સામે આવતા ચકચાર

દેશમાં બીજી લહેર શાંત થઇ રહી છે, પરંતુ અલગ અલગ પ્રકારનાં ફંગસ સામે આવવાનાં કારણે લોકોમાં ફફડાટ શરૂ થઇ ગયો છે.

Top Stories India
2 107 દેશનાં આ રાજ્યમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ સામે આવતા ચકચાર

દેશમાં બીજી લહેર શાંત થઇ રહી છે, પરંતુ અલગ અલગ પ્રકારનાં ફંગસ સામે આવવાનાં કારણે લોકોમાં ફફડાટ શરૂ થઇ ગયો છે. કોરોના  સામે જંગ લડી રહેલા પંજાબમાં ગ્રીન ફંગસનો કેસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તબીબી ટીમે દર્દીનાં સંપૂર્ણ ઈતિહાસની તૈયારી શરૂ કરી દીધી છે. માર્ચમાં 61 વર્ષીય દર્દીને કોરોના થયો હતો. જો કે તેના સ્વસ્થ થયા પછી, તેને જૂનમાં ગ્રીન ફંગસ થયો હોવાની પુષ્ટિ થઈ હતી.

2 108 દેશનાં આ રાજ્યમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ સામે આવતા ચકચાર

મુલાકાત / અમિત શાહ આજે આવશે અમદાવાદ, જાણો તેમના પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ

જલંધર સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર પરમવીરસિંહે કહ્યું કે, આ દર્દી તાજેતરમાં કોરોનાથી સ્વસ્થ થયો હતો, તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે, જો કે અત્યારે તે વધુ કહી શકશે નહીં. અગાઉ પણ ગ્રીન ફંગસનો કેસ હતો પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. જણાવી દઇએ કે, દર્દી બાબા બકલાનો રહેવાસી છે અને તેમને રસ્તા પર સ્થિત મકસૂદનાં સેક્રેડ હાર્ટ હોસ્પિટલનાં આઈસીયુમાં દાખલ કરાયા છે. ગ્રીન ફંગસનો પહેલો દર્દી થોડા દિવસો પહેલા મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં મળી આવ્યો હતો. કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની રિકવરી પછી, બ્લેક ફંગસ સહિતની અનેક બિમારીઓ પકડમાં આવી રહી છે અને જલંધરમાં દેશનો બીજો ગ્રીન ફંગસ દર્દી મળ્યા બાદ ડોકટરોમાં ફફડાય થઇ ગયો છે.

2 109 દેશનાં આ રાજ્યમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ સામે આવતા ચકચાર

ભાવ વધારો / ઘરેથી વાહન નિકાળતા પહેલા જોઇ લેજો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ, બન્નેમાં આજે પણ થઇ છે વૃદ્ધિ

ડોક્ટર પરમવીરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રીન ફંગસનાં દર્દીને ખાંસી, છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ છે. ગ્રીન ફંગસનું બીજું નામ Aspergillosis છે. અમે દર્દીની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. નિષ્ણાતોનાં મતે, Aspergillosis ફંગસને સામાન્ય ભાષામાં ગ્રીન ફંગસ કહેવામાં આવે છે. ત્યાં ઘણા પ્રકારનાં Aspergillosis છે. તે શરીર પર કાળા, લીલા, પીળો અને ભૂરા રંગમાં જોવા મળે છે. Aspergillosis ફંગસનાં સંક્રમણ ફેફસાંને પણ અસર કરી શકે છે. આમાં, ફેફસાંને મોટુ નુકસાન કરી શકે છે, જે તેને ખતરનાક બનાવે છે. જણાવી દઇએ કે, આ ફંગસ ફેફસામાં ખૂબ જ ઝડપથી ચેપ લગાવે છે.

kalmukho str 9 દેશનાં આ રાજ્યમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ સામે આવતા ચકચાર