Not Set/ નોકરાણીએ પગાર માંગતા શખ્સે કરી શારીરિક સંબંધની માંગ અને પછી થયુ કઇક આવું…

દક્ષિણ દિલ્હીનાં માલવીયા નગર વિસ્તારમાં એક હાર્ટબ્રેક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં નોકરાણીએ પગાર માંગતા માલીકે તેના કૂતરાથી તેને કરડાવ્યો છે. સપના નામની મહિલા રજની સિંહ નામનાં શખ્સનાં ઘરે કામ કરતી હતી. રજની સિંહ પાસે સપનાનો પગાર બાકી હતો. સપના વારંવાર રજની સિંહ પાસેથી પોતાનો પગાર માંગતી હતી, પરંતુ રજની સિંહ સપનાનો બાકી પગાર […]

India
494d390b3ad8a5663e76572653d20f8c 1 નોકરાણીએ પગાર માંગતા શખ્સે કરી શારીરિક સંબંધની માંગ અને પછી થયુ કઇક આવું...

દક્ષિણ દિલ્હીનાં માલવીયા નગર વિસ્તારમાં એક હાર્ટબ્રેક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં નોકરાણીએ પગાર માંગતા માલીકે તેના કૂતરાથી તેને કરડાવ્યો છે. સપના નામની મહિલા રજની સિંહ નામનાં શખ્સનાં ઘરે કામ કરતી હતી. રજની સિંહ પાસે સપનાનો પગાર બાકી હતો.

સપના વારંવાર રજની સિંહ પાસેથી પોતાનો પગાર માંગતી હતી, પરંતુ રજની સિંહ સપનાનો બાકી પગાર આપતો ન હતો. રજની સિંહ વારંવાર સપનાને ફોન કરતો હતો, પરંતુ કોરોનાને કારણે સપના આવવાનો ઇનકાર કરી રહી હતી.

11 જૂને, જ્યારે સપના તેના પૈસા મેળવવા રજનીસિંહનાં ઘરે પહોંચી હતી, ત્યારે સપનાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે મે પૈસા માંગ્યા ત્યારે રજનીએ શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું અને જ્યારે તેણે ના પાડી હતી અને પૈસા માંગ્યા હતા ત્યારે રજનીસિંહે કૂતરા જોડે સપના ઉપર હુમલો કરાવ્યો હતો.

કૂતરાનાં હુમલાથી સપનાનાં મોં અને ગળાને ઈજા પહોંચી હતી. સપનાએ તેના ઉપર થયેલા આ હુમલા અંગે પોલીસને જાણ કરી છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ બાબતે માલવીયા નગરનાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય સોમનાથ ભારતીએ પણ ટ્વિટ કરીને દિલ્હી મહિલા આયોગની પ્રમુખ સ્વાતિ માલીવાલને કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.