Not Set/ 15 લાખ થી વધુ ક્ષય રોગથી પીડાતા નવા દર્દીઓની ઓળખ

વિશ્વભરમાં ક્ષય રોગ (ટીબી) મૂડી તરીકે ઓળખાતા ભારતમાં આ વર્ષે 15 લાખ થી વધુ નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ અગાઉ કેટલાક મહિનામાં ટીબીને કારણે દેશભરમાં એક અભિયાન ચાલી રહ્યું હતું.જેને પગલે ટીબીના દર્દીઓનું નિદાન કરવામાં આવી રહ્યું છે. જો કે ટીબીના રોગમાં ઉત્તરપ્રદેશ સૌથી મોખરે રહ્યું છે અને દોઢ લાખ દર્દીઓ ટીબીનો ભોગ […]

India
4767942 3x2 15 લાખ થી વધુ ક્ષય રોગથી પીડાતા નવા દર્દીઓની ઓળખ

વિશ્વભરમાં ક્ષય રોગ (ટીબી) મૂડી તરીકે ઓળખાતા ભારતમાં આ વર્ષે 15 લાખ થી વધુ નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ અગાઉ કેટલાક મહિનામાં ટીબીને કારણે દેશભરમાં એક અભિયાન ચાલી રહ્યું હતું.જેને પગલે ટીબીના દર્દીઓનું નિદાન કરવામાં આવી રહ્યું છે.

જો કે ટીબીના રોગમાં ઉત્તરપ્રદેશ સૌથી મોખરે રહ્યું છે અને દોઢ લાખ દર્દીઓ ટીબીનો ભોગ બન્યા છે. સ્વાસ્થય મંત્રાલયના રિપોર્ટ અનુસાર આ વર્ષમાં 1 જાન્યુઆરી થી લઇને 5 ડિસેમ્બર સુધી 15 લાખ 18 હજાર જેટલા દર્દીઓ ટીબીનો ભોગ બન્યા છે.જેમાંથી 12 લાખ 5 હજાર 488 જેટલા દર્દીઓની ઓળખ સરકારી હોસ્પિટલથી થઇ છે.તેમજ 3 લાખ 12 હજાર 520 જેટલા દર્દીઓની પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ઓળખ થઇ છે.