Not Set/ મહારાષ્ટ્ર : મરાઠી સમુદાયના આરક્ષણને લઇ સરકાર વિધાનસભામાં રજૂ કરશે બીલ

મુંબઈ, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આપવામાં આવનારા આરક્ષણને લઈ સરકાર દ્વારા વિધાનસભામાં આ બીલ રજુ કરવામાં આવશે. ફડનવીસ સરકાર દ્વારા ગુરુવારે વિધાનસભાના બંને ગૃહોમાં બીલ પારિત કરાશે. વિધાનસભામાં સરકાર દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવનાર છે એમાં આયોગની મુખ્ય દલીલ તેમજ આ દલીલ પર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગેની જાણકારી આપવામાં આવશે. […]

Top Stories India Trending
fadnavis kTII મહારાષ્ટ્ર : મરાઠી સમુદાયના આરક્ષણને લઇ સરકાર વિધાનસભામાં રજૂ કરશે બીલ

મુંબઈ,

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આપવામાં આવનારા આરક્ષણને લઈ સરકાર દ્વારા વિધાનસભામાં આ બીલ રજુ કરવામાં આવશે. ફડનવીસ સરકાર દ્વારા ગુરુવારે વિધાનસભાના બંને ગૃહોમાં બીલ પારિત કરાશે.

વિધાનસભામાં સરકાર દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવનાર છે એમાં આયોગની મુખ્ય દલીલ તેમજ આ દલીલ પર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગેની જાણકારી આપવામાં આવશે.

બીજી બાજુ વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ અને શિવસેના દ્વારા વ્હિપ જાહેર કરીને પોતાના સભ્યોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નોધનીય છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા ૧ ડિસેમ્બરના રોજ રાજ્યમાં મરાઠા આરક્ષણ લાગુ કરવાના સંકેત આપ્યા હતા.

૧૬ % આરક્ષણ આપવાનું હશે પ્રાવધાન

સરકાર દ્વારા વિધાનસભામાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે એમાં મરાઠા સમાજ માટે ૧૬ ટકા અનામત આપવાનું પ્રાવધાન છે.

અનામતના કોટા પર SBCCના રિપોર્ટ અંગે થયો હંગામો

મહત્વનું છે કે, મરાઠા કોટા પર સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમીશન દ્વારા વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવાની માંગને લઇ મંગળવારે હંગામો થયો હતો.

આ મામલે CM દેવેન્દ્ર ફડનવીસ વિપક્ષી પાર્ટીઓ પર મરાઠા સમાજના અનામતના કોટા માટેની કાર્યવાહીમાં વિક્ષેપ પહોચાડવાનો આરોપ લગાવ્યો હતો.