છોટાઉદેપુર/ કેનાલ પર ટહેલવા નિકળેલ પત્નીનો પગ લપસ્યો અને કેનાલમાં ખાબકી, પછી….

કોઇ કારણસર પત્નીનો પગ લપસી જતાં કેનાલમાં ડૂબવા લાગી હતી. તેને બચાવવા પતિ કેનાલમાં કુદયો અને તે પણ ડુબવા લાગ્યો ત્યારે

Top Stories Gujarat
દંપતિ કોઇ કારણસર પત્નીનો પગ લપસી જતાં કેનાલમાં ડૂબવા લાગી હતી. તેને બચાવવા પતિ કેનાલમાં કુદયો અને તે પણ ડુબવા લાગ્યો ત્યારે
  • કલરકામ કરી ન્હાવા તેમજ કપડા ધોવા આવેલા ત્રણ યુવાનોએ હેમ ખેમ બહાર કાઢ્યા
  • બોડેલીની નર્મદા કેનાલ પર ફરવા આવેલ દંપતિમાંથી પત્નીનો પગ લપસી જતાં કેનાલમાં ડૂબી જતા પતિ બાચવવા જતા તે પણ ડુબવા લાગ્યો નજીક કપડા ધોઇ રહેલા પર પ્રાતિઓ એ બચાવ્યા

છોટાઉદેપુર જીલ્લાના બોડેલીની નર્મદાની મુખ્ય કેનાલ પર બોડેલીમાં રહેતુ દંપતિ ટહેલવા નિકળ્યું હતું. તે દરમિયાન કોઇ કારણસર પત્નીનો પગ લપસી જતાં કેનાલમાં ડૂબવા લાગી હતી. તેને બચાવવા પતિ કેનાલમાં કુદયો અને તે પણ ડુબવા લાગ્યો ત્યારે દંપતિ એ બુમાબુમ કરતા ત્યા નજીકમાં જ કપડા ધોઇ રહેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો દંપતિને બચાવવા કેનાલમાં કુદી પડયા હતા. ત્રણે પરપ્રાંતીયોએ પતિ અને પત્નીને હેમખેમ બહાર કાઢ્યા હતા.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરના રહેવાસીઓ મલકાનસિંગ, મીકીકુમાર અને તેના સાથીઓ કલરકામ કરી અને સાંજના સમયે કેનાલ પર કપડા ધોવા તેમજ ન્હાવા આવેલા તે દરમિયાન દંપતિ તણાવા લાગ્યુ હતું.  અને તેઓએ ભારે બુમાબુમ કરી હતી તે સમયે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી દંપતિ ને બચાવવા કેનાલમા કુદી પડયા હતા.  જોકે આ યુવાનોને તરતા આવડતુ હોય કેનાલના પ્રવાહમાં તણાઈ રહેલા પતિ પત્નિ ને હેમ ખેમ બહાર કાઢ્યા હતા. ત્યારે દંપતિ નો જીવ બચાનારા આ યુવાનોએ માનવતા મહેકાવી હતી.

સાબરકાંઠા / જીવિત દાટેલી નવજાત બાળકીના મળ્યા માતાપિતા

જુનાગઢ /  જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં સિંહોને જોવા સહેલાણીઓનો ઘસારો