Rajkot/ શરાફી પેઢીનું આટલા કરોડમાં ઉઠમણું, આટલા લોકો વિરુદ્ધ ફરિયાદ…

રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય દુધાત્રા વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી તેમજ મેનેજર વિપુલ વસોયા વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Gujarat Rajkot
terrorist 3 શરાફી પેઢીનું આટલા કરોડમાં ઉઠમણું, આટલા લોકો વિરુદ્ધ ફરિયાદ...

@મયુર સોની, રાજકોટ 

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય દુધાત્રા વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી તેમજ મેનેજર વિપુલ વસોયા વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો કુલ 42 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયા લઈને તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભક્તિનગર પોલીસને મળેલ લેખિત ફરિયાદ મુજબ કુલ 17 થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની પોતાની સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે.

ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવે તો સાથોસાથ તેમના પૈસા તેમને પરત અપાવવામાં આવે. મીડિયા સાથેની વાતચીતમાં ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે જ્યારે ખાનગી તેમજ સરકારી બેંકો ફિક્સ્ડ ડિપોઝિટમાં 5.5 ટકાથી લઈ 7 ટકા જેટલું વ્યાજ આપે છે.  ત્યારે શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી દ્વારા વાર્ષિક 12 ટકા વ્યાજ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

transfer / વડોદરાના પોલીસ કમિશનર કમિશનરની બદલી, નવા કમિશનર તરીકે ……

ત્યારે પોલીસ બેડામાં ચર્ચાતી વાતો મુજબ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના સગાવહાલાઓ એ પણ પોતાના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ફરાર આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તેમ જ લોકોને તેમના પૈસા પરત મળે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…