વડોદરા/ ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, બે કર્મચારીના જીવ મુકાયા જોખમમાં

વડોદરા ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે… છાણી ટીપી-13 યોગી નગર ખાતે ગેસ ગળતર થયું હતું… કોન્ટ્રાક્ટરના કારણે બે

Gujarat Vadodara
baroda gas line

વડોદરામાં બે દિવસ અગાઉ જ ડભોઇ રોડ પર સોમા તળાવ પાસે પાણીની લાઇનના સમારકામ દરમિયાન ગેસની મુખ્ય લાઇન તૂટી જતાં લગભગ 3,500 ઘરો ગેસ પુરવઠા વિના રહ્યા હતા. સવારે 12 વાગ્યાના સુમારે પૂર્વ વિસ્તારના 3500 જેટલા ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

એવામાં અત્યારે વડોદરાથી ફરી ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં જો થોડી વધારે ચૂક થઇ હોત તો મોટી દુર્ઘટના પણ બની શકી હોય. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે કર્મચારીના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. લાઈન રીપેરીંગ કરવા ગયેલ બે કર્મચારી દાઝી ગયા હતા. આ છાણી ટીપી-13 યોગી નગર ખાતે ગેસ ગળતર થયું હતું

તપાસમાં સામે આવ્યું કે ગેસની લાઈનમાં બ્લોઅર મારતા ધડાકો થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી. આ આગની લપેટમાં આવતા દિલીપ ભુરીયા અને અમિતસિંહ નામના બે કર્મી બે કર્મચારીના જીવ જોખમમાં મુકાયા હતા અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

તે બાદ બંને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ  સારવાર હેઠળ છે. આ બધામાં સૌથી મોટી વાત એ છે કે આ વડોદરા ગેસ લિમિટેડે કોન્ટ્રાક્ટરની સામે હજુ કોઈ જ ફરિયાદ નોધાઇ નથી. આગળ તપાસમાં સામે આવ્યું હતું કે રીપેરીંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ તક્ષ કન્સ્ટ્રક્શન પાસે હોવાની માહિતી મળી હતી. આ ઉપરાંત  ઇજાગ્રસ્ત કર્મીઓને મીડિયામાં નિવેદન નહીં આપવા આ કોન્ટ્રાક્ટર દબાણ કરી રહ્યો છે.

વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓ નિવેદન આપવામાં ગલ્લા તલ્લા  કરી રહ્યા છે. ઘટના બાદ યોગીનગરમાં હાલ પણ બોરિંગનું કામ ચાલી રહ્યું છે. બોરિંગના કામને કારણે ગેસ લાઇનમાં પાણી જવાની સંભાવના પણ રહેલી છે.

આ અગાઉ પણ શહેરના આજવા રોડ-વાઘોડિયા રોડ વિસ્તારના 3,500થી વધુ ગેસ ગ્રાહકોને મધ્યાહન રસોઈના કામની સીધી અસર થઈ હતી જેના કારણે સવારથી વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઈનોના સમારકામના કારણે ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, બપોરે બે વાગ્યે ગેસ લાઇનનું સમારકામ પૂર્ણ થયા બાદ સપ્લાય શરૂ થતાં ગેસ ગ્રાહકોએ રાહત અનુભવી હતી. કેટલાક પરિવારોને હોટલમાંથી ટિફિનો મંગાવવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો:મોટા સમાચાર/અંતે આપ કોંગ્રેસમાં વિલીન, ભાજપ સામે ગઠબંધનનો તખ્તો તૈયાર

આ પણ વાંચો:Eye Flu/ગુજરાતમાં આઇફલુ વાયરસે લીધો ભરડો,એક મહિનામાં 9,000 જેટલા દર્દીઓ નોંધાયા

આ પણ વાંચો:જુગારધામ/લખતરમાં શ્રાવણીયો જુગાર જામ્યો, 7 જુગારીઓમાંથી 3 જુગારીઓ ઝડપાયા