Not Set/ સુરત/ હજીરામાં તળાવમાં મિત્રો સાથે ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત

સુરત શહેરનાં હજીરા વિસ્તારમાં મોરા ગામનાં તળાવમાં ત્રણ મિત્રો ગરમીથી કંટાળીને ન્હાવા પડ્યા હતા. જેમાંથી એકનું ડૂબી જવાથી મોત નિપજયું છે. મૃતકની ઓળખ 27 વર્ષીય સમીર અહેમદ તરીકે થઈ છે. હાલ આ મામલે પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આ પણ વાંચો :  સુરત/ ગટરમાં ઉતરેલા બે મજુરોના ગુંગળાઈ જવાથી મોત આપને જાણવી દઈએ […]

Gujarat Surat

સુરત શહેરનાં હજીરા વિસ્તારમાં મોરા ગામનાં તળાવમાં ત્રણ મિત્રો ગરમીથી કંટાળીને ન્હાવા પડ્યા હતા. જેમાંથી એકનું ડૂબી જવાથી મોત નિપજયું છે. મૃતકની ઓળખ 27 વર્ષીય સમીર અહેમદ તરીકે થઈ છે. હાલ આ મામલે પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.

આ પણ વાંચો :  સુરત/ ગટરમાં ઉતરેલા બે મજુરોના ગુંગળાઈ જવાથી મોત

આપને જાણવી દઈએ કે, સમીર અહેમદ તળાવમાં તેના બે મિત્રો સાથે ન્હાવા માટે આવ્યો હતો. સમીર હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. અને મિત્રો સાથે તળાવમાં ન્હાવા પડ્યો હતો અને ડૂબવાથી તેનું મૃત્યુ થયું હતું. આ મામલે જ્યારે ફાયરની ટીમને જાણ થઇ ત્યારે તે ઘટના સ્થળે પહોંચી હતી. અને રેસ્ક્યુ કરી સમીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.