Bhuj News/ ભુજમાં સંસ્કારી નગરીના પડઘા, ગરબા સ્થાનો પર અસામાજિક તત્વો સામે લાલ આંખ, VHP કાર્યકરોનું ચેકિંગ

ગરબાના સ્થાન કોર્પોરેટ પાર્ટી કલ્ચર બનવા લાગ્યા છે

Gujarat Others

Bhuj News : ભુજમાં ગરબા સ્થાનો પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ચેકિંગ કરી રહ્યા છે. સંસ્કારી નગરીના ભુજમાં પડઘા જોવા મળી. દરમિયાન ગઈકાલે વડોદરા સંસ્કારી નગરીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક કપલની અભદ્ર હરકતો જોઈ લોકોમાં રોષ ફૂટી નીકળ્યો. આ ઘટના બાદથી VHP કાર્યકરો મેદાનમાં આવ્યા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા નવરાત્રિમાં ગરબા સ્થાનો પર ખાસ ચેકિંગ હાથ ધરાયું. ખાસ કરીને આ સ્થાનો પર વિધર્મીઓને પ્રવેશ ના આપવા ગરબા આયોજકોને રજૂઆત કરી.

ભુજમાં વ્યાવસાયિક રીતે કરાતા વિવિધ ગરબાના સ્થાન પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પર પહોંચ્યા. ગઈકાલે ધ વિલા નવરાત્રી અને શિવાલિકા નવરાત્રીમાં VHP કાર્યકરો ચેકીંગ કર્યું હતું. ગરબા રમવાની આડમાં આવા સ્થાનો પર વિદ્યર્મીઓ અને અસમાજિક તત્વો છે કે નહીં તેની તપાસ કરી. વડદોરામાં માતાજીના મંડપ આગળ ગરબા સ્થાન પર એક યુગલના લિપકિસનો વીડિયોથી હડકંપ મચ્યો છે. ગરબાની આડમાં યુવાપેઢી અશ્લીલ હરકતો કરી રહી છે. આ વીડિયો બાદ આજે પણ લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબા દરમિયાન એક કપલની અશ્લીલ હરકત સામે આવી છે.

નવરાત્રિ એ માતાજીની ભક્તિનો અવસર છે. નવ દિવસ ગરબા રમી માતાજી પ્રત્યે અનન્ય ભક્તિભાવ દર્શાવવામાં આવે છે. નવરાત્રિ ગરબા રમવાની પ્રાચીન પરંપરા વિસરાઈ રહી છે. આજના યુવાનો નવરાત્રિને લવરાત્રિ બનાવા લાગ્યા છે. ગરબાના સ્થાન કોર્પોરેટ પાર્ટી કલ્ચર બનવા લાગ્યા છે.

નાઈટ પાર્ટીઓમાં જેમ બેફામપણે ખુલ્લેઆમ યુવાનો અશ્લીલ હરકતો કરે છે તેવું નવરાત્રિમાં કરવા લાગ્યા છે. તો આ દિવસોમાં કેટલાક સમુદાય દ્વારા લવ જેહાદ હેઠળ છોકરીઓને ફસાવવામાં આવે છે. એટલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભુજમાં ગરબા સ્થાન પર વિધર્મી લોકોને પ્રવેશ ના આપવા આયોજકોને ખાસ સૂચન કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા

આ પણ વાંચો:સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતમાં 7નાં થયા મોત

આ પણ વાંચો:સાબરકાંઠામાં વહેલી સવારે અકસ્માતમાં 4 યુવાનોના મોત