Vadodara News : કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી 26 જુલાઈ 2025ના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. વડોદરા એરપોર્ટ પર નહોંચ્યા બાદ તેઓ અહીંતી આણંદના એક કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતા. દરમિયાન વડોદરા એરપોર્ટની બહાર રાહુલ ગાંધી આવતાં એક કોંગ્રેસ કાર્યકર્તાએ તેમની ગાડીની આગળ આવી ‘રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ એવા નારા જોરશોરથી લગાવ્યા હતા. આ સંભાળતાં જ રાહુલ ગાંધીએ મિતેશ પરમાર નામના કાર્યકરને મળવા બોલાવ્યો હતો અને તેનું કાર્ડ પણ લીધું હતું.
આ ઘટના બાદ તમામ લોકોને સવાલ એ થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ મિતેશ પરમાર સાથે શું વાતચીત કરી? એક કાર્યકરે રાહુલ ગાંધીને એવી તો શું રજૂઆત કરી કે તેમણે તેનો નંબર માગ્યો? કોણ છે આ મિતેશ પરમાર?…. આ અંગે અમે મિતેશ પરમારે જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ હતો કે રાહુલ ગાંધી જ્યારે મને જોશે ત્યારે અવશ્ય બોલાવશે. અગાઉ પણ મને મળવા માટે બોલાવ્યો હતો. અગાઉ વડોદરા આવ્યા હતા ત્યારે પોલીસે મને રોકી દીધો હતો. ઘણા સમયથી તેમને હું મળી શક્યો નહોતો. મને આજે બહુ આશા હતી કે હું તેમને મળું. હું ગાડી આગળ નારા લગાવતો હતો કે રાહુલ ગાંધીજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આ નારો બોલતાં જ તેમણે મને બોલાવ્યો હતો.‘હું રાહુલ ગાંધીનો સાચો સિપાહી છું, જીવ આપવા પણ તૈયાર’

તેમણે વધુમાં કહ્યું હતું કે વડોદરામાં કોંગ્રેસનાં નાનાં-નાનાં ગ્રુપ પડી ગયાં છે અને તેઓ દ્વારા તેના માણસોને ટિકિટ આપી દેવામાં આવે છે. હું સાચો કોંગ્રેસનો કાર્યકર્તા છું. હું ઇચ્છું છું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને અને વડોદરમાં મેયર પણ કોંગ્રેસના હોય. કોંગ્રેસની સરકાર બનાવવા માટે જરૂર પડ્યે મારો જીવ પણ આપી દઈશ. મારા પર 100 જેટલા કેસ થયા હશે. રાહુલ ગાંધીએ મને બોલાવ્યો હતો અને હું વાતચીત કરવા ગયો ત્યારે તેમણે મને નંબર લખાવવાનું કહ્યું હતું. મેં મારું કાર્ડ આપ્યું હતું અને હાથ મિલાવ્યો હતો. તેમણે હમ મિલતે હૈ એવું કહ્યું હતું. મને વિશ્વાસ છે કે તેઓ મને મળશે.‘રાહુલજીએ મને કહ્યું, ડરો મત, મૈં તુમ્હારે સાથ હૂં’
રાહુલ ગાંધીને શું રજૂઆત કરી હતી અને તેમણે શું કહ્યું? એ મામલે મિતેશ પરમારે જણાવ્યું હતું કે જ્યારે વડોદરામાં વડાપ્રધાન આવે કે મુખ્યમંત્રી આવે ત્યારે મારા ઘરને પોલીસ ઘેરી લે છે.
પોલીસ મને પરેશાન કરે છે, મારી નોકરી-ધંધો બધું જતું રહ્યું છે, એવી રજૂઆત કરી હતી. એમાં રાહુલજીએ મને કહ્યું કે ડરો મત, મૈં તુમ્હારે સાથ હૂં… તેમને આંદોલન યોગ્ય રીતે નથી થતાં એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. મારે મોટું આંદોલન કરવું છે, પરંતુ બધા મોટા નેતાઓ આંદોલન કરવા દેતા નથી. ગુજરાત-વડોદરામાં કોંગ્રેસની સત્તા લાવવા માગું છું અને હું એ માટે 35 વર્ષથી લડી રહ્યો છું.‘કોંગ્રેસનાં અલગ-અલગ ગ્રુપોથી સત્તા નથી આવતી’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોટા નેતાઓને ખબર હતી કે મને રાહુલ ગાંધી જોશે તો બોલાવશે. આજે મોદીસાહેબે દેશને બરબાદ કરી દીધો છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દેશને આગળ લાવશે. જ્યારે પણ હું મળવા માગું છું ત્યારે મળવા દેવામાં આવતો નથી. આજે હું પર્સનલ મળ્યો છું. અલગ-અલગ ગ્રુપો ચાલી રહ્યાં છે એટલે કોંગ્રેસ સત્તામાં આવતી નથી. સરકાર એકવાર બનશે તો ગરીબોનાં કામ થશે. આજે રાહુલ ગાંધીને મળીને ખૂબ ખુશી થઈ છે.કોણ છે મિતેશ પરમાર?, એક સમયે મોદીનો કાર્યક્રમ રદ કરાવ્યો હતો
આજે વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીને મળનાર કોંગ્રેસના સક્રિય કાર્યકર મિતેશ પરમારની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લાં કેટલાંય વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે નાનાં-મોટાં આંદોલનો કરે છે. તેઓ શરૂઆતમાં વર્ષો પહેલાં જ્યારે રાહુલ ગાંધી દાંડી આવ્યા હતા ત્યારે શહેર યૂથ કોંગ્રેસ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, સાથે તેઓ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ આગેવાનો મને આગળ વધારવા માગતા ન હતા એટલે પછી મને આગળ કોઈપણ પદ મળ્યું નથી.
તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવ્યા ત્યારે મેં ત્યાં વસતા ગરીબ લોકોનાં ઝૂંપડાં તોડવામાં આવી રહ્યાં હતાં અને જગ્યા ખાલી કરવામાં આવી રહી હતી, એ દરમિયાન કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ મેં ખાનગી કંપનીમાંથી નોકરી ગુમાવી હતી. બાદમાં એમ. એસ. યુનિવર્સિટીમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પૂર્વે ખુરસીઓ તોડી વિરોધ કરતાં કાર્યક્રમ રદ થયો હતો. આ સાથે વર્ષો પહેલાં 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીના દિવસે સ્કૂલો ચાલુ રહેતી હતી એ માટે 23 દિવસ સુધી ભૂખ્યા રહી આંદોલન કર્યું હતું અને બાદમાં એ રજા જાહેર કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ વડોદરામાં વડાપ્રધાન કે મુખ્યમંત્રી સહિત કોઈપણ મોટો નેતા આવે છે ત્યારે પોલીસ મારા ઘરે આવીને બેસી જાય છે, મને ઘેરી લે છે. મારી નોકરી, ધંધો-રોજગાર બધું જ એના કારણે છૂટી ગયું છે, પરંતુ હું ફરવાનો નથી, સતત ગરીબો માટે લડતો રહીશ. તેઓ વડોદરામાં જ્યારે પણ નાનાં-મોટાં આંદોલન કરવાનાં થાય છે ત્યારે તેઓ હંમેશાં આગળ રહે છે અને બાદમાં પોલીસ અવરનવાર તેમને ડિટેન કરે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર
આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક

