નુકશાન/ વાવાઝોડાથી થયું એવું કે ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી ઓછા ભાવે કેરીનું વેચાણ

દર વખતે બજારમાં કેરીનાં ભાવ આકાશને આંબી જતા હોય છે ત્યારે આ વખતે સૌથી સસ્તા ભાવે વેચાઈ રહી છે. ગત વર્ષે કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું જેને કારણે કેરીનું જોઈએ એવું વેચાણ થઈ શક્યું નહોંતું લોકડાઉનને પગલે પૂરતા પ્રમાણમાં  કેરી બજારમાં આવી શકી નહોતી, અને કેરીઓનું ઉત્પાદન ઓછું થતા કેરીની આવક પણ  ઓછી જોવા માળી […]

Gujarat Others

દર વખતે બજારમાં કેરીનાં ભાવ આકાશને આંબી જતા હોય છે ત્યારે આ વખતે સૌથી સસ્તા ભાવે વેચાઈ રહી છે. ગત વર્ષે કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું જેને કારણે કેરીનું જોઈએ એવું વેચાણ થઈ શક્યું નહોંતું લોકડાઉનને પગલે પૂરતા પ્રમાણમાં  કેરી બજારમાં આવી શકી નહોતી, અને કેરીઓનું ઉત્પાદન ઓછું થતા કેરીની આવક પણ  ઓછી જોવા માળી હતી . આ વર્ષે પણ વાવાઝોડાની અસરને પગલે કેરીઓ ખરી પડતા બજારમાં તેના ઓછા ભાવ  મળી રહ્યા છે.

ત્યારે જ અચાનક વાવાઝોડું ત્રાટકતાં અકાળે મોટાભાગની કેરીઓ ખરી પડતા કેરીઓ હાલમાં કોડીના ભાવે વેચાઇ રહી છે, અને હવે આંબા ઉપર કેરીઓ પણ નહિવત્ રહી છે અને ઉપરથી વાવાઝોડા સાથે વરસાદ પડયો હોવાથી આ કેરીના પણ પુરતા ભાવ મળશે નહીં ત્યારે અમારે ભારે આર્થિક નુકસાની વેઠવી પડશે.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ફ્રૂટના વેપારીઓનું કહેવું ક અત્યાર સુધી માં સૌથી ઓછા ભાવ માં કેરી નું વેચાણ થતું જોવા મળી રહ્યું છે જેમાં આ વખતે  પરંતુ વધુ પ્રમાણમાં કેરીઓ વેચાણમાં આવતાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આજે 5 થી 8 રૂપિયામાં એક કિલોના ભાવે કેરીનું વેચાણ થયું હતું ટૂંકમાં કહીએ તો કેરીનું 10 કિલોના બોક્ષ માત્ર રૂપિયા 50 થી લઈને 80 ના ભાવમાં હરાજી થવા પામ્યા હતા.આ અંગે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા 1200 થી 1500 રૂપિયાનું બોક્સ વેચાતું હતું.