Dahod News: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકા (DevgadhBaria Nagarpalika)ના રાજકારણમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને મતદાન મામલે ભાજપના 6 સભ્યોને ગેરલાયક ઠરાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો ફેલાયો છે.
અવિશ્વાસ દરખાસ્ત બાદ શરૂ થયો વિવાદ
માહિતી મુજબ દેવગઢ બારિયા નગરપાલિકા (DevgadhBaria Nagarpalika)માં સાત મહિના પહેલા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. આ દરમિયાન ભાજપ (BJP)ના કેટલાક સભ્યોએ પક્ષના સત્તાવાર વલણ વિરુદ્ધ જઈ અપક્ષ સભ્યો સાથે મળીને મતદાન કર્યું હતું.પક્ષ વિરોધી મતદાનને લઈને ભાજપ સંગઠન દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને મામલો નામોદીષ્ટ અધિકારી સમક્ષ પહોંચ્યો હતો.
DevgadhBaria Nagarpalika:ભાજપના 6 સભ્યો સામે કાર્યવાહી
તપાસ અને સુનાવણી બાદ નામોદીષ્ટ અધિકારીએ ભાજપના 6 સભ્યોને ગેરલાયક જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ દેવગઢ બારિયા નગરપાલિકા (DevgadhBaria Nagarpalika)ના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.રાજકીય વર્તુળોમાં આ કાર્યવાહી ભાજપ (BJP) દ્વારા પાર્ટી શિસ્ત જાળવવા માટે લેવામાં આવેલા કડક પગલાં તરીકે જોવામાં આવી રહી છે.
અપક્ષો સાથે મળીને કર્યો હતો બળવો
આક્ષેપ મુજબ ભાજપના કેટલાક સભ્યોએ અપક્ષ સભ્યો સાથે મળીને પક્ષના સત્તાવાર નિર્ણય વિરુદ્ધ મતદાન કર્યું હતું. જેના કારણે પક્ષમાં આંતરિક અસંતોષ અને રાજકીય વિવાદ ઉભો થયો હતો.આ ઘટનાએ દેવગઢ બારિયાના સ્થાનિક રાજકારણમાં જૂથબંધી અને આંતરિક ખેંચતાણને પણ બહાર લાવી છે.
રાજકીય ગરમાવો વધ્યો
6 સભ્યોને ગેરલાયક ઠરાવવાના નિર્ણય બાદ હવે નગરપાલિકા (DevgadhBaria Nagarpalika)ની રાજકીય સ્થિતિમાં મોટા ફેરફારોની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિક રાજકીય આગેવાનો અને કાર્યકરોમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. આગામી દિવસોમાં આ મામલો વધુ રાજકીય રંગ પકડે તેવી સંભાવના છે.
આ પણ વાંચો:દેવગઢ બારિયામાં વહીવટીતંત્રની પોલંપોલ : જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત: એક મનપા, 66 મહાનગરપાલિકા, 3 તાલુકાપંચાયતની 16 ફેબ્રુ.એ ચૂંટણી
આ પણ વાંચો:ફરી ભાજપે મારી બાજી,ગુજરાતમાં કમળ ખીલ્યું,કોંગ્રેસ-આપના સૂપડા સાફ
