Amreli News/ અમરેલીમાં દીપડાનો આતંક યથાવત, પરિવાર સાથે ખેતરે ગયેલા 8 વર્ષના માસૂમનું મોત

અમરેલીના સણોસરામાં દીપડાના હુમલાની(Amreli Leopard Attack) ઘટનાથી ગામમાં શોક અને ભયનો માહોલ, વન વિભાગે પાંજરા ગોઠવ્યા

Gujarat Others Breaking News
Amreli Leopard Attack

Amreli News: અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે. સણોસરા ગામની સીમમાં કપાસના ખેતરમાં પરિવાર સાથે હાજર 8 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. આ હુમલામાં બાળકનું કરુણ મોત નીપજતા ગામમાં શોક છવાયો છે. એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે. વન વિભાગે દીપડાને પકડવા 7 પાંજરા ગોઠવ્યા છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Amreli Leopard Attack : દીપડાના હુમલામાં 8 વર્ષના બાળકનું મોત

ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવો અને માનવ વસ્તી વચ્ચેનો સંઘર્ષ(Gir Human Wildlife Conflict) દિનપ્રતિદિન વધી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અમરેલી તાલુકાના સણોસરા ગામ(Sanosara Village)ની સીમમાં 8 વર્ષનો બાળક પરિવાર સાથે ખેતરમાં હતો. આ દરમિયાન અચાનક દીપડો ત્યાં આવી ચડ્યો અને પરિવારની નજર સામે જ બાળકને ઉઠાવીને નજીકના વિસ્તારમાં લઈ ગયો હતો. પરિવારજનોએ બાળકને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ દીપડાના હુમલામાં બાળકનું મોત નીપજ્યું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

દીપડાને પકડવા પાંજરા મુકાયા

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી. હુમલાની ગંભીરતા ધ્યાને રાખી વન વિભાગના પાંજરા(Forest Department Cages) આસપાસના વિસ્તારમાં 7 જેટલા ગોઠવવામાં આવ્યા છે.

વન વિભાગની સાવચેત રહેવા અપીલ

આ ઘટનાને પગલે આસપાસના ખેતરોમાં કામ કરતા ખેતમજૂરો અને ખેડૂતોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળે છે. ભયાનક દીપડાના હુમલામાં બાળકનું મોત(Leopard Attack Child Death) થયા બાદ દીપડો પાંજરે પુરાય નહીં ત્યાં સુધી વન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને બાળકોને એકલા ન મૂકવા અપીલ કરી છે.


આ પણ વાંચો:ઇડરના વસાઈમાં અર્ધબેભાન હાલતમાં દીપડો મળ્યો, કરોડરજ્જુમાં ગંભીર ઈજા
આ પણ વાંચો:વલસાડના ડુમલાવ ગામે દીપડો પાંજરે પુરાયો, તબીબી તપાસ બાદ જંગલમાં છોડાશે
આ પણ વાંચો:સુરતનાં પલસાણામાં એના ગામે દીપડો CCTVમાં કેદ