Not Set/ તલાટીઓની 50 ટકા માંગણીઓ સરકારે સ્વીકારી, વર્ગ 4ના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણયઃ નીતિન પટેલ

ગાંધીનગર, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે મહત્વના નિર્યણ કર્યા છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી પડતર રહેલી માગણીઓને લઈને તલાટીઓ ફરી હડતાલ પર ઉતરવાના હતા ત્યારે સરકારે તલાટીઓની 50 ટકા જેટલી મુખ્ય માગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે. આ મામલે સરકારના મંત્રીઓ અને તલાટી મહામંડળના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પડતર પ્રશ્નોના નિરાકરણ […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે મહત્વના નિર્યણ કર્યા છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી પડતર રહેલી માગણીઓને લઈને તલાટીઓ ફરી હડતાલ પર ઉતરવાના હતા ત્યારે સરકારે તલાટીઓની 50 ટકા જેટલી મુખ્ય માગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે. આ મામલે સરકારના મંત્રીઓ અને તલાટી મહામંડળના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. રાજ્યના 32 હજારથી વધુ વર્ગ-4ના કર્મચારીઓને 3,500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકાર પંચાયત, ગ્રાન્ડેટ સંસ્થા, યુનિવર્સિટીઓ સહિતની વિવિધ હોસ્પિટલમાં સરકાર ગ્રાન્ટ આપે તેવા વર્ગ-4નાં કર્મચારીઓને દિવાળી બોનસનો લાભ આપવામા આવશે.

તલાટી મંત્રીઓ દ્વારા કરવામા આવેલી ત્રણેય માંગણીનો સરકારે સ્વીકાર કર્યો છે. આમ દિવાળી પહેલા સરકારે વર્ગ 3-4ના અધિકારીઓને ખુશ કરી દીધા છે.

આમ ગુજરાત સરકારે ઘણા બધા અલેલ પોંચાડતા મુદ્દાઓમાંથી બે મુદ્દાઓને ક્લિયપ કર્યા છે, જોકે આગામી સમયમાં 2019ની ચૂંટણીનો પણ ભાજપને સામનો કરવાનો છે. તેવામા સરકાર માટે હજુ ખેડૂતોની સમસ્યાઓ મોઢૂ ખોલીને ઉભી છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ઘણો વધારો થયો છે, જે સરકારને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે.