Not Set/ હાર્દિક પટેલ રાજદ્રોહ મામલો : કોર્ટે દિનેશ બાંભણીયાની અરજી ફગાવી

હાદિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા વિરુદ્ધ રાજદ્રોહ કેસ મામલે આજે કોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જયારે દિનેશ બાંભણીયા હાજર રહી શક્યા નહતા. જણાવી દઈએ કે, કોર્ટમાં આજે ચાર્જફ્રેમ પ્રક્રિયા થવાની હતી, પરંતુ પ્રક્રિયા વધુ એક વાર મુલતવી રાખવામાં આવી હતી. ઉપરાંત, દિનેશ બાંભણીયા દ્વારા અરજી કરવામાં આવી હતી કે, એમના […]

Top Stories Ahmedabad Gujarat

હાદિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા વિરુદ્ધ રાજદ્રોહ કેસ મામલે આજે કોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જયારે દિનેશ બાંભણીયા હાજર રહી શક્યા નહતા.

mantavyanews.com

જણાવી દઈએ કે, કોર્ટમાં આજે ચાર્જફ્રેમ પ્રક્રિયા થવાની હતી, પરંતુ પ્રક્રિયા વધુ એક વાર મુલતવી રાખવામાં આવી હતી.

ઉપરાંત, દિનેશ બાંભણીયા દ્વારા અરજી કરવામાં આવી હતી કે, એમના પિતાની તબિયત નાદુરસ્ત હોય કોર્ટ દ્વારા વધારે સમય આપવામાં આવે. જોકે, કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. આગામી સુનાવણી 20 નવેમ્બરે હાથ ધરવામાં આવશે