Gandhinagar News : સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા મુળ ઓરિસ્સાના અને સુરતમાં રહેતા રત્નાકર ઉર્ફે રતન સ્વાઈ, અને ઉત્તરપ્રદેશના રહેવાસી અભિષેક આર.પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સના કેસમાંથી જામીન પર છુટ્યા બાદ આરોપીઓ ફરિથી આ હેરકાયદે પ્રવૃતિમાં સંડોવાઈ ગયા હતા.
ડ્રગ્સની પ્રવૃતિ જાહેર જનતાના સ્વાસ્થય માટે હાનિકારક તથા આવા માદક પજાર્થોનું સેવન સમાજના યુવા વર્ગને નશાના માર્ગે લઈ ઝઈ પોતાના ભવિષ્ય તથા પરિવાર, રાષ્ટ્ર અને સમાજને નુકશાવ કરનારૂ હોવાથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આવા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા જણાવાયું હતું,
જેને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ આ બન્ને આરોપીને ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:રાજકોટના કાંગશીયાળી ગામે ડુપ્લીકેટ દવાની ફેક્ટરીમાં દરોડા
આ પણ વાંચોરાજકોટના ઘંટેશ્વર વિસ્તાર પાસે ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરી કરી પલાયન થઇ
આ પણ વાંચો:શું તમે પણ મીઠાઈ ખાવાના શોખીન છો તો સાવધાન ! રાજકોટમાં મળી આવ્યું જીવાત વાળું સ્વીટ
