Gandhinagar News : રાજ્ય સરકારના એક ચોંકાવનારા નિર્ણયમાં, 30 જેટલા ધારાસભ્યોની વ્યક્તિગત સુરક્ષા જવાનોને પરત બોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી સમીક્ષા બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે, આ નિર્ણય અચાનક લેવાયો નથી. ગૃહ વિભાગ, પોલીસ અને આઈબી(IB)ના અધિકારીઓ દ્વારા કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપ્યા બાદ દર ત્રણ કે છ મહિને તેની સમીક્ષા કરવામાં આવતી હોય છે. આ સમીક્ષામાં સુરક્ષાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરીને આ નિર્ણય લેવામાં આવે છે. આ નિર્ણયથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.

સરકારના જણાવ્યા મુજબ, દર ત્રણ કે છ મહિને તમામ ધારાસભ્યોની સુરક્ષાની સ્થિતિનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ વખતની સમીક્ષામાં જાણવા મળ્યું કે, કેટલાક ધારાસભ્યોને હાલમાં વ્યક્તિગત સુરક્ષાની જરૂર નથી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સરકારનું માનવું છે કે, આ નિર્ણયથી સુરક્ષા દળોને વધુ અસરકારક રીતે ગોઠવી શકાશે અને અન્ય કામો માટે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપશે : 72.51 લાખ કરતા વધુ પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનજીવન સુખાકારી હેતુ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
