પ્રવાસ/ સી પ્લેનમાં સવાર થઇ PM મોદી અમદાવાદ આવવા રવાના…

અમદાવાદ રીવર ફ્રન્ટ સીટ ઉપર જ્યાં આ સી પ્લેન લેન્ડ કરશે ત્યાં તડામાર  તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી  રૂપાણી  સહીત અનેક નેતાઓ તેમના સ્વાગત માટે રીવર ફ્રન્ટ પહોચી ચુક્યા છે.

Gujarat Others
court 14 સી પ્લેનમાં સવાર થઇ PM મોદી અમદાવાદ આવવા રવાના...

PM મોદી તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે સવારે કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા પરેડમાં જોડાયા હતા. ત્યાં પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર જનતાને સંબોધિત કરી હતી. સવારે 11 વાગ્યે વડાપ્રધાન સિવિલ સર્વિસીસને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના સૌથી પહેલા સી પ્લેન પ્રોજેક્ટનુ ઉદઘાટન કર્યું હતું. અને તેમાં સવાર થી ને અમદાવાદ આવા માટે રવાના થયા છે.

વલસાડ / આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત…

અમદાવાદ રીવર ફ્રન્ટ સીટ ઉપર જ્યાં આ સી પ્લેન લેન્ડ કરશે ત્યાં તડામાર  તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી  રૂપાણી  સહીત અનેક નેતાઓ તેમના સ્વાગત માટે રીવર ફ્રન્ટ પહોચી ચુક્યા છે. અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

POLITICAL / ગુજરાતની પ્રજાને આજે સી પ્લેનની નહિ પરંતુ નારી સુરક્ષા વાળા…