જયપુર
રાજસ્થાનમાં જયપુરમાં એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. રાજધાની જયપુરમાં હવે સરકારી સામુદાયિક હોલમાં નોન-વેજ અને દારૂ નહિ પી શકાય. જયપુર નગર નિગમ દ્વારા સરકારી સામુદાયિક હોલમાં થનારા કાર્યક્રમોમાં માંસાહારી ભોજન અને દારૂના સેવન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નિગમના મુખ્ય કાર્યલયમાં મહેશ કલવાનીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન હોલમાં થનારા લગ્નો કે પાર્ટી જેવા કાર્યક્રમમાં માંસ-મરછી, દારૂ અને હુક્કા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હોલમાં બુકિંગ કરવા માટે આવનારા લોકો પાસે પહેલા આ પ્રતિબંધ મામલે શપથ લેવડાવવામાં આવશે. એટલું જ નહી પરંતુ આ સરકારી હોલમાં શોક સભા માટે એક પણ રૂપિયો નહી લેવામાં આવે.