Not Set/ દિલ્હીમાં મેટ્રોની આગળ કૂદી મહિલાએ ગુમાવ્યો જીવ, સુસાઇડ નોટમાં બતાવ્યુ કારણ

દેશની રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે મેટ્રો સ્ટેશનોમાં મોતની ઘટનાઓ વધી રહી છે. હવે એક 26 વર્ષીય મહિલાએ દિલ્હીનાં મોડલ ટાઉન મેટ્રો સ્ટેશન પર ચાલતી ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી, ત્યારબાદ યેલો લાઇન પર સેવાઓ થોડા સમય માટે વિક્ષેપિત થઈ ગઈ હતી. ઘટના શનિવારની છે. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ પહાડગંજની રહેવાસી સોનાક્ષી ગર્ગ […]

Top Stories India
top suicidioINSRT2411 દિલ્હીમાં મેટ્રોની આગળ કૂદી મહિલાએ ગુમાવ્યો જીવ, સુસાઇડ નોટમાં બતાવ્યુ કારણ

દેશની રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે મેટ્રો સ્ટેશનોમાં મોતની ઘટનાઓ વધી રહી છે. હવે એક 26 વર્ષીય મહિલાએ દિલ્હીનાં મોડલ ટાઉન મેટ્રો સ્ટેશન પર ચાલતી ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી, ત્યારબાદ યેલો લાઇન પર સેવાઓ થોડા સમય માટે વિક્ષેપિત થઈ ગઈ હતી. ઘટના શનિવારની છે. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ પહાડગંજની રહેવાસી સોનાક્ષી ગર્ગ તરીકે થઈ છે. યેલો લાઇન દિલ્હીનાં સમયપુર બાદલીને ગુડગાંવનાં હુડા સિટી સેન્ટરથી જોડે છે.

દિલ્હી મેટ્રોનાં એક અધિકારીએ કહ્યું, “આ ઘટનાને કારણે 15-20 મિનિટ માટે મેટ્રો સેવાઓ ખોરવાઈ હતી.” પોલીસે જણાવ્યું કે મહિલાને તાત્કાલિક બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. તેનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, સ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે તેના આ પગલા બદલ કોઈને જવાબદાર ન ગણાવા જોઇએ.

દિલ્હી મેટ્રો અનુસાર શનિવારે સાંજે આ ઘટના બની હતી જ્યારે હુડા સિટી સેન્ટર તરફ જતી ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી. પોલીસે કહ્યુ કે, મૃતકનાં મનોવિકાર સંબંધી સારવાર ચાલી રહી હતી અને તેમા કોઇ કાવતરું કરવામા આવ્યુ હોય તેવુ લાગી રહ્યુ નથી. આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈએ રાજધાનીમાં મેટ્રોની સામે કૂદીને આત્મહત્યા કરી હોય. આ પહેલા પણ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવી જ ઘટના સામે આવી હતી, જેમાં ઝંડેવાલાનની એક મહિલાએ મેટ્રોની સામે કુદીને જીવ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.