Not Set/ ડોકલામ બાદ હવે લદાખમાં ચીનનો ઘૂસણખોરીનો પ્રયાસ, ભારતિય સૈનિકોનો વળતો જવાબ

ચીનની અવળચંડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. ચીનના સૈનિકોએ ડોકલામ બાદ હવે લદાખમાં પેગોન્ગ લેક પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો..જો કે ઈન્ડિયન બોર્ડર ગાર્ડ્સે લદાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો…તો ભારતના વળતા જવાબ પછી ચીની સૈનિકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે લોકો ઘાયલ થયા હતાં. મળતી માહિતી મુજબ આ ઘટના 15મી ઓગસ્ટની સવારે […]

India
chinese army in ladakh ડોકલામ બાદ હવે લદાખમાં ચીનનો ઘૂસણખોરીનો પ્રયાસ, ભારતિય સૈનિકોનો વળતો જવાબ

ચીનની અવળચંડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. ચીનના સૈનિકોએ ડોકલામ બાદ હવે લદાખમાં પેગોન્ગ લેક પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો..જો કે ઈન્ડિયન બોર્ડર ગાર્ડ્સે લદાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો…તો ભારતના વળતા જવાબ પછી ચીની સૈનિકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે લોકો ઘાયલ થયા હતાં.

મળતી માહિતી મુજબ આ ઘટના 15મી ઓગસ્ટની સવારે બની હતી. ચીનની પિપલ્સ લિબરેશન આર્મીએ ભારતના બે વિસ્તાર ‘ફિંગર ફોર’ અને ‘ફિંગર ફાઈવ’માં સવારે છ વાગ્યાથી નવ વાગ્યા વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બંને વખત ભારતીય જવાનોએ ચીની આર્મીના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતીય સૈનિકોએ તેમનો રસ્તો રોકી લેતા ચીની સૈનિકોએ હ્યુમન ચેઈન બનાવી હતી અને પથ્થરમારો કર્યો હતો. ભારતીય બોર્ડર ગાર્ડ્સે તેનો જવાબ આપ્યો હતો. જેમાં બંને બાજુ જવાનો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે 16 જૂનથી સિક્કિમના ડોકલામમાં
ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે…