વાતચીત/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો, જાણો શું થઇ વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી.

Top Stories India
5 1 1 ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો, જાણો શું થઇ વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન બંનેએ પશ્ચિમ એશિયા ક્ષેત્રની મુશ્કેલ પરિસ્થિતિ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે ખુલીને ચર્ચા કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી એક નિવેદન જારી કરીને આ માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર પીએમ મોદીએ આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના મોત પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. રાયસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોદીએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતના લાંબા સમયથી અને સાતત્યપૂર્ણ વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘પશ્ચિમ એશિયામાં મુશ્કેલ પરિસ્થિતિ અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સાથે વિચારોની આપ-લે કરી. આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના મૃત્યુ એ ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે તણાવ વધતો અટકાવવો, સતત માનવતાવાદી સહાયતા સુનિશ્ચિત કરવી અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. ચાબહાર પોર્ટ સહિત અમારા દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિનું પણ સ્વાગત કર્યું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રાયસીએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર પોતાના વિચારો શેર કર્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ તણાવ ઓછો કરવાની, સતત માનવતાવાદી સહાયતા સુનિશ્ચિત કરવાની અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ બહુઆયામી દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રાયસીએ પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવા માટે ઈરાનના ચાબહાર પોર્ટને પ્રાથમિકતા આપવાનું સ્વાગત કર્યું


whatsapp ad White Font big size 2 4 ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો, જાણો શું થઇ વાતચીત


આ પણ વાંચો: Gold Silver Price Today/ ધનતેરસ પહેલા સોના અને ચાંદીના ભાવ ઘટ્યા, ખરીદતા પહેલા જાણો આજના ભાવ…

આ પણ વાંચો: Gujarat-Heartattack/ રાજ્યના આઠ જિલ્લામાં હાર્ટએટેકના બનાવ અને 11ના મોત

આ પણ વાંચો: Israel Hamas War/ યુદ્ધ વચ્ચે UAEનું મોટું પગલું, ગાઝામાં ઓપરેશન ‘ગેલન્ટ નાઈટ 3’ શરૂ