ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો થઈ ગયો છે. આ યુદ્ધમાં બંને દેશોના હજારો લોકો માર્યા ગયા છે. વિશ્વભરના દેશોની નજર આ યુદ્ધ પર ટકેલી છે. સાથે જ આ યુદ્ધને લઈને દેશોના પણ અલગ-અલગ મંતવ્યો છે. આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત પેલેસ્ટાઈનની મદદ માટે આગળ આવ્યું છે. UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ઓપરેશન ‘ગેલન્ટ નાઇટ 3’ શરૂ કર્યું છે.
UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન નાગરિકોને સમર્થન આપવા માટે ઓપરેશન ‘ગેલન્ટ નાઇટ 3’ શરૂ કરવા માટે સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત ઓપરેશન કમાન્ડને આદેશ આપ્યો છે. આ મુજબ યુદ્ધથી પ્રભાવિત પેલેસ્ટિનિયન નાગરિકોને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં આવશે. આ માટે રાષ્ટ્રપતિએ અમીરાત રેડ ક્રેસન્ટ, ખલીફા બિન ઝાયેદ અલ નાહયાન ફાઉન્ડેશન, ઝાયેદ ચેરિટેબલ એન્ડ હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન અને યુએઈની અન્ય સંસ્થાઓ સાથે મળીને કામ કરવાનો નિર્દેશ આપ્યો છે.
યુદ્ધમાં લગભગ 9,770 પેલેસ્ટિનિયન નાગરિકો મૃત્યુ પામ્યા હતા.
ગાઝા પટ્ટીમાં માહિતી આપતાં હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ગયા મહિને ઓક્ટોબરમાં શરૂ થયેલા આ યુદ્ધમાં પેલેસ્ટાઈન વિસ્તારમાં રહેતા ઓછામાં ઓછા 9,770 નાગરિકો માર્યા ગયા છે. મંત્રાલયે કહ્યું કે 7 ઓક્ટોબરે, ઈઝરાયલી સેનાએ દક્ષિણ ઈઝરાયલમાં હમાસના હુમલાના જવાબમાં જવાબી કાર્યવાહી શરૂ કરી. ત્યારથી આ હુમલાઓમાં 9,770 પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે, જેમાં લગભગ 4,800 બાળકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Telecom Licensing Rule/ Jio અને Airtel આ વિદેશી ફિનટેક કંપનીઓથી નારાજ! સરકારને કરી ફરિયાદ
આ પણ વાંચો: Stock Market/ બજારનો જબરજસ્ત તેજી સાથે પ્રારંભઃ સેન્સેક્સ 450થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યો
આ પણ વાંચો: Surat-Destroyer/ ભારતીય નૌકાદળના યુદ્ધજહાજને સુરત નામ અપાયું, આજે ઉદઘાટન થશે