ભારતીય ટીમના દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલીને જન્મદિવસે CABએ ખાસ ભેટ આપી. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે અણનમ 101 રન બનાવીને પોતાના જન્મદિવસે દેશને પણ શાનદાર વિજય અપાવ્યો. સાથે ODI ક્રિકેટના ઈતિહાસમાં સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી.
આ દિવસને યાદગાર બનાવવા કોહલીને ખાસ ગિફ્ટ આપવામાં આવી સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. દક્ષિણ આફ્રિકા સામેની મેચ બાદ વિરાટ કોહલીને CAB એ ‘Golden Bat’ની ગિફ્ટ આપી. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે અણનમ 101 રન બનાવીને પોતાના જન્મદિવસે દેશને પણ શાનદાર વિજય અપાવ્યો. સાથે ODI ક્રિકેટના ઈતિહાસમાં સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી.
ગત 5 નવેમ્બરના રોજ કલકત્તાના ઇડન ગાર્ડન ખાતે વર્લ્ડકપ 2023ની દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 101 રન બનાવ્યા હતા. વર્લ્ડકપ 2023માં કોહલીની આ બીજી સદી હતી. જયારે વર્લ્ડકપમાં બીજી સદી ફટકારતા જ કોહલી ODIમાં સદી ફટકારનાર વિશ્વનો સાતમો બેટ્સમેન બન્યો. 5 નવેમ્બરનો દિવસ કોહલી માટે આ રીતે વધુ ખાસ બન્યો. આ દિવસે તેનો જન્મદિવસ તેમજ સચિનના રેકોર્ડ સાથેની બરાબરી અને ODIમાં સદી ફટકારવામાં સાતમા ક્રમે પંહોચનાર ખેલાડી.
વિરાટ કોહલીએ વિશેષ સિદ્ધિ મેળવતા ઉજવણીના ભાગરૂપે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા CAB પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલીએ જન્મદિવસની ભેટ તરીકે ‘ગોલ્ડન બેટ’ની Gift આપી. કોહલીને ગિફ્ટ મળેલ ગોલ્ડન બેટમાં સોનાનો ઢોળ ચઢાવેલો છે. આ અંગે મીડિયાને આપેલા નિવેદનમાં CABએ કહ્યું કે ગોલ્ડન બેટ પર ‘હેપ્પી બર્થ ડે વિરાટ’ લખેલું છે અને તેની નીચે લખ્યું છે, ‘તમે સમર્પણનું પ્રતિક છો અને જીવંત સાબિતી છો કે ઉંમર માત્ર એક સંખ્યા છે.’
સાઉથઆફ્રિકા સામે ભારતે શાનદાર વિજય મેળવ્યો. આ દિવસે વિરાટ કોહલીએ પોતના જન્મદિવસે વિરાટ ઉપલબ્ધિ હાસિલ કરતા મેચ બાદ તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મેચ પૂર્ણ થયા બાદ વિરાટે બ્લુ આઈસિંગ સાથે ડાર્ક ચોકલેટ કેકની ટોચ પર તેની પ્રતિમા સાથે ખાસ કરીને વિશાળ કેક પણ કાપી હતી.
કોહલીએ માત્ર 277 ઈનિંગ્સમાં પોતાની 49મી સદી પૂરી કરી હતી. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે તેની 451મી ODI ઇનિંગમાં 49મી સદી ફટકારી હતી. વર્લ્ડકપ 2023માં ભારતીય ખેલાડીએ પ્રથમ વખત 500 રન બનાવ્યા. કોહલી દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક પછી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર તરીકે બીજા સ્થાન પર છે.