Gujarat News/ ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર યથાવત! વધુ 2 બાળકીના મોત, મૃત્યુઆંક 27 પર પહોંચ્યો

Chandipura Virus 2 Girl Death: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ બે 7 વર્ષીય બાળકીના મોત થયા છે. મહીસાગર અને ગાંધીનગરમાં થયેલા મોત બાદ રાજ્યમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.

Gandhinagar Top Stories Gujarat
Chandipura Virus 2 Girl Death: ચાંદીપુરાનો મૃત્યુઆંક 27 થયો

Gujarat Chandipura: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો અને મૃત્યુના અહેવાલો વચ્ચે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. તાજેતરમાં મહીસાગર જિલ્લાના કડાણા અને ગાંધીનગરના સોનીપુરામાં બે 7 વર્ષીય બાળકીઓના મોતના (Chandipura Virus 2 Girl Death) અહેવાલ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુ પામેલા (Gujarat Chandipura Cases) દર્દીઓની સંખ્યા 27 પર પહોંચી હોવાનું જણાવાયું છે.

Chandipura Virus 2 Girl Death: ગાંધીનગરમાં વધુ એક બાળકનું મોત

ગાંધીનગર જિલ્લાના સોનીપુરા ગામની સીમ વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકીની તબિયત 6 ઓગસ્ટે અચાનક લથડી હતી. તેને ખેંચ આવવા અને મગજના તાવ જેવા લક્ષણો જણાતા સારવાર માટે ગાંધીનગર (Gandhinagar Chandipura) સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.બાળકીના સેમ્પલની તપાસમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. તબીબોની સારવાર છતાં પાંચ દિવસ બાદ તેનું મોત થયું હતું. આ સાથે ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી નોંધાયેલું આ ત્રીજું મોત હોવાનું સામે આવ્યું છે.

અગાઉ પણ બે બાળકોના મોત

ગાંધીનગર જિલ્લામાં અગાઉ કલોલના જાસપુરમાં અઢી વર્ષના બાળક અને માણસાના ચરાડા ગામમાં 4 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હોવાનું જણાવાયું છે. સોનીપુરાની બાળકીના મોત બાદ જિલ્લામાં આરોગ્ય વિભાગે વધુ તકેદારી શરૂ કરી છે.

મહીસાગરના કડાણામાં પણ બાળકીનું મોત

બીજી તરફ મહીસાગર જિલ્લાના કડાણા વિસ્તારમાં પણ 7 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. બે નવા મોતના અહેવાલ સાથે રાજ્યમાં વાયરસને લઈને ચિંતા વધુ ઘેરી બની છે.

આરોગ્ય વિભાગે સર્વેલન્સ વધાર્યું

Chandipura Virus 2 Girl Death: ચાંદીપુરાનો મૃત્યુઆંક 27 થયો
Chandipura Virus 2 Girl Death: ગુજરાતમાં વધુ બે માસૂમના મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું

સોનીપુરામાં બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સોનીપુરા અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈ બાળકોના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી રહ્યા છે અને તાવ સહિતના લક્ષણો ધરાવતા બાળકોની તપાસ કરવામાં આવી રહી છે.

સેન્ડફ્લાય નિયંત્રણ માટે કામગીરી

ચાંદીપુરા વાયરસના ફેલાવામાં સેન્ડફ્લાય એટલે કે રેતીની માખીની (Sandfly Virus Gujarat)ભૂમિકા હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તેના નિયંત્રણ માટે દવાનો છંટકાવ અને અન્ય જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પણ બાળકોના સ્વાસ્થ્ય અંગે સતર્ક રહેવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા અપીલ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ચાંદીપુરાને લઈને જામનગરમાં ચિંતા વધી: 3 વર્ષના બાળકનું મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું

આ પણ વાંચો: રાજ્યમાં ચાંદીપુરાનો કહેર યથાવત, જામનગરમાં એક જ દિવસમાં 3 બાળકોના મોત

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસ સામે રસી ક્યારે? સંસદમાં સાંસદ બાબુભાઈ દેસાઈએ ઉઠાવ્યો ગંભીર મુદ્દો