Jamnagar News/ રાજ્યમાં ચાંદીપુરાનો કહેર યથાવત, જામનગરમાં એક જ દિવસમાં 3 બાળકોના મોત

રાજ્યમાં ચાંદિપુરાનો કહેર યથાવત. જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં એક જ દિવસમાં 3 બાળકોના મોત થતા આરોગ્ય તંત્રમાં ચિંતા વધી

Gujarat Gujrat Others Breaking News
Chandipura virus

Jamnagar News: જામનગરમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના વધુ કેસ સામે આવી રહ્યા છે. એક જ દિવસમાં 3 બાળકોના મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. અત્યાર સુધીમાં ચાંદીપુરાથી કુલ 8 બાળકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.

એક જ દિવસમાં શંકાસ્પદ રીતે 3 બાળકોના  મોત 

જામનગર જિલ્લામાં એક જ દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 3 બાળકોના મોત (Deaths of 3 children)થતા ખળભળાટ મચ્યો છે. ધ્રોલના 1 બાળકનું મોત અને કાલાવડના 2 બાળકોના મોત થતા ચિંતા વધી છે.  ચાંદીપુરાના કેસમાં સતત દેખરેખ રાખવા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સર્વેલન્સ અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

જીજી હોસ્પિટલમાં Chandipura Virusના 12 કેસ નોંધાયા

જામનગરની જીજી હોસ્પિટલ (GG Hospital)માં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધાયા છે. વાયરસની ઝપેટમાં આવેલા બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક જ દિવસમાં ત્રણ બાળકોના મોત થતાં ચાંદીપુરા વાયરસને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

ચાંદીપુરાથી અત્યાર સુધી 8 બાળકોના મોત

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 8 બાળકોના મોત થયા છે. ખાસ કરીને નાના બાળકોમાં આ વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

હાલ 2 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

હાલમાં જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત 2 બાળકો સારવાર હેઠળ છે. તબીબોની ટીમ દ્વારા બંને બાળકોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા સામે જીત: 3 માસની બાળકી 17 દિવસ બાદ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસ સામે રસી ક્યારે? સંસદમાં સાંસદ બાબુભાઈ દેસાઈએ ઉઠાવ્યો ગંભીર મુદ્દો

આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 174 શંકાસ્પદ કેસ, 33 પોઝિટિવ અને 21 દર્દીઓના મોતથી ચિંતા વધી