Sports News: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને જાનથી મારી નાખવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. કુરિયર મારફતે મોકલાયેલા બે પત્રોમાં ગાંગુલી ઉપરાંત તેમની પત્ની ડોના ગાંગુલી અને સ્ટાફને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગાંગુલી પરિવારે કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Sourav Gangulyને જાનથી મારી નાખવાની ધમકી
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ઓફિસમાં કુરિયર પેકેટ પહોંચ્યું હતું. કવર ખોલતાં તેમાં અંગ્રેજીમાં લખેલા બે પત્રો મળ્યા હતા. તેમાં સૌરવ ગાંગુલી, તેમની પત્ની ડોના અને સ્ટાફને જાનથી મારી નાખવાની (Death Threat) ધમકી આપવામાં આવી હતી. પત્રો મળ્યા બાદ પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પત્રો અને કુરિયર સાથે જોડાયેલી વિગતોની તપાસ શરૂ કરી છે.
6 મહિનાથી મળી રહ્યા હતા આવા પત્રો
ગાંગુલી પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા આશરે છ મહિનાથી આવા ધમકીભર્યા પત્રો (Threatening letters)મળી રહ્યા હતા. શરૂઆતમાં પરિવારે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. કોઈ નારાજ ચાહક (Fan)અથવા માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિની હરકત સમજીને પત્રોને અવગણવામાં આવ્યા હતા. જોકે, સોમવારે મળેલા પત્રોમાં વધુ આક્રમક અને હિંસક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારે મામલાને ગંભીરતાથી લઈને પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો:સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી, હેડ કોચ બનાવવાની જાહેરાત, મળી આ ટીમની જવાબદારી
આ પણ વાંચો:સૌરવ ગાંગુલી બન્યો રોડ એક્સિડન્ટનો શિકાર, વાહનો એકબીજા સાથે અથડાયા, જાણો કેવી છે તેની હાલત?
