sports news/ સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી, હેડ કોચ બનાવવાની જાહેરાત, મળી આ ટીમની જવાબદારી

ગાંગુલી ટૂંક સમયમાં કોઈ મોટી ક્રિકેટ લીગમાં હેડ કોચ તરીકે કામ કરતો જોવા મળશે

Sports

Sports News : ભારતીય ટીમના ભૂતપુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. ગાંગુલી ટૂંક સમયમાં કોઈ મોટી ક્રિકેટ લીગમાં હેડ કોચ તરીકે કામ કરતો જોવા મળશે.તે કોઈ ટીમમાં હેડ કોચ તરીકે જોડાશે તેવું પહેલીવાર હશે. ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઇચ્છા પણ તેણે તાજેતરમાં વ્યક્ત કરી હતી. હું ભારતીય ટીમનો કોચ બનવા માટે તૈયાર હોવાનું તેણે કહ્યું હતું. આવી સ્થિતિમાં, તેમના નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

સૌરવ ગાંગુલીની નિમણૂક  સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે કરવામાં આવી છે. કોઈ વ્યાવસાયિક ક્રિકેટ ટીમ સાથે ફૂલ ટાઈમ કોચિંગનો ગાંગુલીને પહેલો અનુભવ હશે. પ્રિટોરિયા કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગાંગુલીની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર ‘કોલકાતાના પ્રિન્સ’ માટે નવી શરૂઆત ગણાવી અને કહ્યું, ‘અમે સૌરવ ગાંગુલીને અમારા નવા હેડ કોચ તરીકે જાહેર કરતા ખૂબ ખુશ છીએ.’ગાંગુલીની નિમણૂક ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટર જોનાથન ટ્રોટના કોચ પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી આવી છે, જેમણે ગયા સિઝનમાં ટીમનો હવાલો સંભાળ્યો હતો. હવે સૌરવ ગાંગુલી આ જવાબદારી સંભાળતા જોવા મળશે.

ક્રિકેટમાં સૌરવ ગાંગુલીના યોગદાનથી સૌ કોઈ માહિતગાર છે.  ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવામાં તેમની કેપ્ટનશીપ ઐતિહાસિક ભૂમિકા રહી છે. BCCI પ્રમુખ તરીકે પણ તેમણે  યોગદાન આપ્યું હતું. તાજેતરમાં, તેઓ WPL અને IPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા  .SA20 ની આગામી સિઝન 26 ડિસેમ્બર 2025 થી 25 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. પ્રિટોરિયા કેપિટલ્સને ગયા સિઝનની નિરાશામાંથી બહાર લાવવાનો ગાંગુલીને લાવવાનો પડકાર હશે. ફ્રેન્ચાઇઝી પહેલી સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ 2025માં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એશિયા કપ UAEમાં 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, પાકિસ્તાન સાથે ખરાબ સંબંધના કારણે ભારતમાં નહીં રમાય

આ પણ વાંચો:એશિયા કપ 2025: શું પાકિસ્તાની ટીમ એશિયા કપ 2025 રમવા ભારત આવશે? જાણો આ ટુર્નામેન્ટ ક્યારે યોજાશે?

આ પણ વાંચો:એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં શરૂ થશે! ભારત-પાકિસ્તાન અંગે પણ મોટી અપડેટ સામે આવી