Vadodara News/ અમદાવાદ-મુંબઈ NH પર 10 KM ટ્રાફિક : બામણગામ બ્રિજ પર ટ્રાફિકજામ,જામ્બુવા બ્રિજ પર ખાડા

જામ્બુવા બ્રિજ નજીક રોડની પ્રોટેકશન વોલની માટી ધસી પડતા હાલત વધુ જટિલ બની હતી

Gujarat Vadodara

Vadodara News : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર બામણગામ,જામ્બુવા અને પોર વિસ્તારમાં રવિવાર (24 ઓગસ્ટ) ના રોજ ભારે ટ્રાફિકજામની સ્થિતી સર્જાઈ છે. જેમાં હાઈવે પર વાહનોની 10 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. જેમાં બામણગામ અને જામ્બુવા બ્રિજ પર 1-1 કિમી તથા પોર બ્રિજ પર 8 કિમી જેટલો ટ્રાફિકજામ થયો હતો.

બીજીતરફ વડોદરા નજીક જામ્બુવા બ્રિજ નજીક રોડની પ્રોટેકશન વોલની માટી ધસી પડતા હાલત વધુ જટિલ બની હતી.  જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલમાં વાહનોને દૂરથી પસાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.અમદાવાદ-મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે ફરી એકવાર લાંબો ટ્રાફિક જામ થયો હતો. અનેક વર્ગના લોકો વારેઘડીએ ઉદભવતી ટ્રાફિકજામની સમસ્યાથી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા હાઇવે પર પરિસ્થિતિનો તાગ મેળવી અવારનવાર સર્જાતી ભારે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે, આ વિવિધ વિભાગો સાથે બોલાવેલી બેઠકનું સુરસુરીયું થવા પામ્યું છે.

હાઇવેના માર્ગોની દયનિય પરિસ્થિતિ આજે પણ છે.મોટા મોટા ખાડાઓને કારણે નેશનલ હાઈવે પર લોકો વાહનો ધીમા ચલાવવા ફરજ પડી રહી છે. જેના કારણે અનેક વખત ટ્રાફિકજામ થતો હોય છે. જેને કારણે  હાઈવેની આસપાસ રહેતા લોકો ખુબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. શાળાએ બાળકોને મુકવા જતા તેમજ વહેલી સવારે નોકરી-ધંધાર્થે જતા  લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને તો દર્દીને લેવા જવા તેમજ ઇમર્જન્સી વાહનો પણ ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે.આ ઉપરાંત જામ્બુવા બ્રિજ પર ફરીથી મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે ટ્રાફિક ધીમો ચાલી રહ્યો છે, જેથી જાંબુઆ બ્રિજ પર પણ ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળી રહ્યા છે. વાહનચાલકો પણ ટ્રાફિકજામથી હેરાન પરેશાન થઈ ગયા છે.

બે દિવસ પહેલાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપીથી બગવાડા ટોલ પ્લાઝા સુધીના વિસ્તારમાં  ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી માહોલમાં રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહન-વ્યવહાર ખોરવાયો હતો. હાઈવે પર ત્રણ પૈકી 2 ટ્રેક ઉપર કામગીરી કરવામાં આવી રહી છે, જેને પગલે આ સ્થિતિ સર્જાઈ હતી. લગભગ ત્રણ કિલોમીટરના આ વિસ્તારમાં અમદાવાદ અને મુંબઈ તરફ જતા બંને માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી નદીના તટ પર 7 લોકો ફસાયા, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું

આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, નદીઓ બે કાંઠે, 53 રસ્તાઓ બંધ, ગામોનો સંપર્ક તૂટ્યો