Junagadh News : જૂનાગઢમાં બનેલા એક કરૂણ બનાવમાં પત્નીના વિયોગમાં પતિએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં જયેશ નામની વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. જયેશે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. બાદમાં તેણે ગળાફાંસો ખાઈને જીવન ટુકાવ્યું હતું.
બીજીતરફ આ બનાવને લઈને મૃતકના સાસુ પત્ની અને સાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ભેંસાણના માલિડા ગામમાં બન્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવમાં પોલીસે પત્ની , સાસુ અને સાળા નરેશની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા
આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી આ રીતે કરાઇ પાટણ
