Gujarat News/ અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવા વાવાઝોડાની તારીખ આપી

લઘુત્તમ તાપમાન તારીખ 23 અને 24 નવેમ્બર સુધીમાં 15 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે

Top Stories Gujarat

Gujarat News : હવામાન પલટા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે નવી આગાહીમાં કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં ચક્રવાત બની શકે છે. તારીખ 22 થી લગભગ ઠંડીનું પ્રમાણ ઘટવામાં છે. લઘુત્તમ તાપમાન તારીખ 23 અને 24 નવેમ્બર સુધીમાં 15 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે.

ઉપરાંત મહતમ તાપમાન 29 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે. હવે ધીરે ધીરે 25 અને 26 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન વધારો થતો જોવા મળશે. બે દિવસ પછી 36 ડિગ્રી આસપાસ થશે ઉપરાંત મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે.

સાગર કાંઠે લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. હમણાં બેવડી ઋતુનો અનુભવ થશે. આગાહી અનુસાર, ડિસેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવશે. ઉપરાંત 15 થી 17 ડિસેમ્બર આસપાસ વાદળ વાયુની શક્યતા રહેશે. આ દિવસોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠું થઈ શકે છે. તારીખ 20 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થવાની શક્યતા હોવાનું નવી આગાહી કહે છે.

22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની સંભાવના છે. ડિસેમ્બરના અંતમાં પણ હવામાનમાં પલટો આવશે. પશ્ચિમી વિક્ષેપની અસર જતી રહેતા કાતિલ ઠંડીને વેગ મળશે. જાન્યુઆરી મહિનો પણ હાડ થીજવતી ઠંડીનો રહેશે. 11, 12 જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો રહેશે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠું થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Gujarat Weather/શું ફરી ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે કરી આગાહી

World News/મેલિસા વાવાઝોડું 5 વાવાઝોડા તરીકે જમૈકામાં ત્રાટક્યું, આ સૌથી શક્તિશાળી વાવાઝોડું છે

CYCLONE ALERT/વાવાઝોડું શક્તિ કયા કયા વિસ્તારોમાં અસર થશે અને કેટલી સ્પીડ હશે?