Rajkot News/ રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું ઉઠમણું

લોકોના કરોડો રૂપિયાનું ચિટીંગ કરી મંડળી ફરાર

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું ઉઠમણું થયું છે. જેમાં લોકોના કરોડો રૂપિયાનું ચિટીંગ કરી મંડળી ફરાર થઈ ગઈ છે. મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા આ કૈભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં પ્રમુખ અલ્પેશ દોંગાએ 11 કરોડથી વધુનું આચર્યું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં ફરિયાદી રશ્મિલચુનીલાલ પરમાર સહત અનેક લોકોને આરોપીએ ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી અલ્પેશ દોંગાએ સ્કીમ આપી તમામ પાસે FD કરાવી હતા. પરંતુ પાકતી મુદતે તેણે રકમ પરત ન આપતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા અલ્પેશ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી