Delhi News:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ રવિવારે બે મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ, દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી સેક્શન અને અર્બન એક્સટેન્શન રોડ-II (UER-II)નું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દિલ્હીના રોહિણીમાં રોડ શો પણ કર્યો અને એક જાહેર સભાને પણ સંબોધિત કરી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ પ્રધાનમંત્રી સાથે હાજર રહ્યા હતા. લગભગ 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટ્સ ટ્રાફિક જામથી ઝઝૂમી રહેલા દિલ્હીને મોટી રાહત આપશે અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.
અઢી કલાકની મુસાફરી 40 મિનિટમાં પૂર્ણ થશે
UER-II શરૂ થયા પછી, મુસાફરી ખૂબ જ સરળ બનશે. સિંઘુ બોર્ડરથી દ્વારકા એક્સપ્રેસવે સુધીનું અંતર કાપવામાં અઢી કલાક લાગે છે, પરંતુ હવે આ મુસાફરી ફક્ત 40 મિનિટમાં પૂર્ણ થશે. આ સાથે, દરરોજ દિલ્હીમાં પ્રવેશતા લગભગ ત્રણ લાખ વાહનોને શહેરની અંદર આવવાની જરૂર રહેશે નહીં.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi recieves a grand welcome by supporters before the inauguration of two major National Highway projects– the Delhi section of the Dwarka Expressway and the Urban Extension Road-II (UER-II).
(Source: DD News) pic.twitter.com/wrGIVaBbS5
— ANI (@ANI) August 17, 2025
દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી સેક્શન કેવો હશે?
દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી સેક્શન પણ ખાસ છે. આ 10.1 કિમી લાંબો સેક્શન 5,360 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ સેક્શન શિવમૂર્તિ ચોકથી દ્વારકા સેક્ટર-21 સુધી 5.9 કિમી અને સેક્ટર-૨૧ થી દિલ્હી-હરિયાણા સરહદ સુધી 4.2 કિમી સુધી ફેલાયેલો છે. તે યશોભૂમિ, ડીએમઆરસીની બ્લુ અને ઓરેન્જ લાઇન, આગામી બિજવાસન રેલ્વે સ્ટેશન અને દ્વારકા ક્લસ્ટર બસ ડેપોને જોડતી મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

પ્રોજેક્ટ્સ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગેમ-ચેન્જર સાબિત થશે
સરકારનો દાવો છે કે આ બંને પ્રોજેક્ટ્સ દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. જ્યારે દ્વારકા એક્સપ્રેસવે મુસાફરો માટે મોટો ટેકો બનશે, ત્યારે યુઇઆર-૨ ભીડવાળા વિસ્તારોમાંથી ટ્રાફિકનું દબાણ ઘટાડશે. આ સાથે, આર્થિક પ્રવૃત્તિઓને પણ નવી ગતિ મળશે.
આ પણ વાંચો:દિલ્હીમાં વરસાદ ચાલુ રહેશે, મુંબઈમાં રેડ એલર્ટ; હિમાચલમાં ભૂસ્ખલનની શક્યતા
આ પણ વાંચો:દિલ્હીમાં ડોક્ટરે કોર્ટરૂમના ફ્લોર પર ‘ચોખા ફેંક્યા’, વકીલોને ‘કાળા જાદુ’ની શંકા
