positive Surat News/ રાસાયણિક ખેતી છોડીને કુદરતી ખેતી અપનાવવા સુરત મનપાની પહેલ

આ પ્રયોગ સફળ થયા પછી, શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા બજારો સ્થાપવામાં આવશે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સરકાર ખેડૂતોને રાસાયણિક ખેતી (Unorganic Farming) છોડીને કુદરતી ખેતી (Organic Farming) અપનાવવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં સુરત (Surat) જિલ્લાના ઘણા ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યા છે અને આ ખેડૂતો(Farmers)ને સુરત શહેરમાં સીધું બજાર મળી શકે છે અને સુરતવાસીઓને ઓર્ગેનિક શાકભાજી પણ મળી શકે છે, આ માટે સુરત નગર પાલિકા(Surat Municipal Corporation)એ આવા ખેડૂતો માટે પ્રાયોગિક ધોરણે અઠવા ઝોનમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને જગ્યા ફાળવશે. આ જગ્યા માટે ખેડૂતોએ દર મહિને ફક્ત 200 રૂપિયા ચૂકવવા પડશે.

14,500+ Vegetable Market In India Stock Photos, Pictures & Royalty-Free  Images - iStock

આ પ્રયોગ સફળ થયા પછી, શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા બજારો સ્થાપવામાં આવશે. ગુજરાત સરકાર હવે કુદરતી ખેતી પર ભાર મૂકી રહી છે અને તેના માટે પ્રયાસો કરી રહી છે. જેના કારણે સુરત જિલ્લાના 41618 ખેડૂતો 29830 એકરમાં કુદરતી ખેતી કરીને વિવિધ શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, શેરડી, કંદ વગેરેનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આવા ઓર્ગેનિક ખેડૂતો સુરત શહેરમાં અલગ અલગ સ્થળોએ અસંગઠિત રીતે પોતાની પેદાશોનું વેચાણ કરી રહ્યા છે.

Organic Farming in India: Types, Methods, Advantages, and Profitability |  Explained by Pravin Javaharmal Chandan

જોકે, જિલ્લા પંચાયતના પ્રસ્તાવને પગલે, સુરત મહાનગરપાલિકાએ મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં વેસુ ખાતે રૂપિયા 41.56 લાખના ખર્ચે શાકભાજી માર્કેટનું નિર્માણ કર્યું છે અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સ્ટોલ ફાળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સુરત જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ફળો અને શાકભાજી વેચવા એક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. માહિતી મુજબ આ પાયલોટ પ્રોજેક્ટ એક વર્ષ માટે શરૂ કરવામાં આવ્યો છે. ખેડૂતોને જમીનની ફાળવણી DDO દ્વારા કરવામાં આવશે. પરંતુ વેસુ શાકભાજી માર્કેટનું સંચાલન અને જાળવણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. આ જગ્યા માટે ખેડૂતોએ દર મહિને ફક્ત 200 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્રયાસ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે અને શહેરના લોકોને રસાયણમુક્ત ફળો, શાકભાજી અને અનાજ ઉપલબ્ધ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી આજે કુદરતી કૃષિ કોન્ક્લેવને સંબોધિત કરશે, ખેડૂતોને ખેતીની ટિપ્સ આપશે

આ પણ વાંચો:ખેતી માટે જળ સુરક્ષા‘ વિષય પર યોજાયો સેમિનાર

આ પણ વાંચો:ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનું હબ બનાવવામાં આવે : અમરેલીના ખેડૂતે કહી મનની વાત