Jamnagar News : જામનગરમાં જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમ વિસ્તારમાં વાડીમાં ખેત મજૂરી કામ કરતી મધુબેન અશોકભાઈ વાઘેલા નામની 23 વર્ષની ભીલ જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પતરાના એંગલમાં દોરડું બાંધી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પતિ અશોક કાનાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે ધ્રોલ પોલીસે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક મધુબેનને અગાઉ બે વખત કસુવાવડ થઈ ગઈ હતી અને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી તેના વિયોગમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું હતું.

