રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે કોરોના નામશેષ થઇ રહ્યો છે. પરંતુ જતા જતા કોરોના હવે ફરી પોતાનો રૂઆબ બતાવવા માંગતો હોય તેમ વર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત મુખ્યમંત્રી એ ગુજરાતના વિવિધ શહેરોમાં ચૂંટણી સભા ગજવી રહ્યા હતા. જેમાં ગતરોજ વડોદરા ખાતે ત્રણ સભા સંબોધી હતી. જેમાં ત્રીજી સભામાં સંબોધન સમયે અચાનક ચક્કર આવતા ગબડી પડ્યા હતા. અને તેમને અંગ રક્ષક દ્વારા તેમને સહારો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને તાત્કાલિક ડોક્ટરની ટીમ બોલાવી તેમનું ચેકપ કરાવવામાં આવ્યું હતું. જ્યાં પ્રાથમિક નિદાન તરીકે તેમને લો બીપી અને ડીહાઈડ્રેશન જેવી તકલીફ હોવાનું બહાર આવ્યું હતું.
જ્યાંથી તેઓ પોતાનો કાર્યક્રમ ટૂંકાવી તાત્કાલિક પરત રવાના તહાં હતા. અને અમદાવાદ ખાતે યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જયાં તેમને ૨૪ કલાકના ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યા હતા. અને તેમના વિવિધ રીપોર્ટ કાઢવામાં આવ્યા હતા. જેમાં સીએમ વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી કોરોના પોઝીટીવ આવતા તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સાથે તેમના સંપર્કમાં આવેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ CM હવે કોર્પો.સાથે પંચાયતનાં પ્રચારમાં ભાગ લઇ શકશે નહિ.
આગામી 14 દિવસ સુધી મુખ્યમંત્રી કવોરોન્ટાઇન રહેશે. કવોરોન્ટાઇન થવાને કારણે આગામી ચૂંટણી પ્રચારમાં ભાગ નહી લઇ શકે. ઉલ્લેખનીય છે કે, મંતવ્ય ન્યૂઝનાં કોરસ્પોન્ડન્ટ પણ CMને મળ્યા હતા. સોનલ અનડકટે CMનો ઇન્ટરવ્યુ કર્યો હતો. કોરસ્પોન્ડન્ટ સોનલ અનડકટ કોરોના ટેસ્ટ કરાવશે.
CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરી તેમના જલ્દી સ્વસ્થ્ય થવા માટે પ્રાર્થના કરી છે. તેમને ભગવાનને પ્રાર્થના કરીછે કે, રાજ્યના મુખ્યમંત્રી જલ્દીથી સ્વસ્થ્ય થાય. અને સાથે જનતાને પણ અપીલ કરી છે કે, કોરોના મહામારી હજુ ટળી નથી. પુરતી તકેદારી રાખે.
મુખ્યમંત્રી @vijayrupanibjp કોરોના પોઝિટિવ થયાના સમાચાર મળ્યા. ભગવાનને પ્રાર્થના છે કે તેઓ જલ્દ સ્વસ્થ થાય. કોરોના મહામારી હજુ ટળી નથી માટે નાગરિકોને પણ અપીલ છે કે પૂરતી તકેદારી રાખે 🙏
— Shankersinh Vaghela Bapu (@ShankersinhBapu) February 15, 2021
covid19 / વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર
બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…
Accident / જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, 2 બાળકો સહીત 15 શ્રમિકોનાં કરૂણ મોત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
