Vadodara News/ મુંબઈથી અમદાવાદ જતા ટ્રકમાં આગ : ડ્રાઈવર સળગતો ટ્રક 5 કિમી ચલાવી ટોલબૂથ પહોંચ્યો

ડ્રાઈવર પાંચ કિલોમીટર સુધી સળગતો ટ્રક લઈને ટોલ ટેક્સ સુધી પહોંચ્યો હતો

Gujarat Vadodara
પાંચ કિલોમીટર સુધી સળગતો ટ્રક લઈને ટોલ ટેક્સ સુધી પહોંચ્યો

Vadodara News : મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલા આ ટ્રકમાં સ્ક્રેપ ભરેલો હતો. ગઈ કાલે મોડી રાત્રે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. તેમ છત્તા ડ્રાઈવર પાંચ કિલોમીટર સુધી સળગતો ટ્રક લઈને ટોલ ટેક્સ સુધી પહોંચ્યો હતો. બાદમાં ફિલ્મી સ્ટાઈલમાં તેણે ટોલ ટેક્સ પસાર કરીને ટ્રકને અટાકવ્યો હતો. ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર કર્મચારીઓએ ઘટનાસ્થળે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ટ્રકને રોકવાને બદલે દોડાવી ટોલબૂથ સુધી હંકારી ગયો

આબનાવની વિગત મુજબ ટ્રક ડ્રાઈવર રમેશ મેરિયા સ્ક્રેપનો સામાન ટ્રકમાં ભરીને મુંબઈથી બનાસકાંઠા જઈ રહ્યો હતો. દરમિયાન વડોદરા એક્સપ્રેસ વે પર તેણે જોયું તો અચાનક ટ્રક નીચે ધુમાડો દેખાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. આથી તે દુમાડ ચોકડીથી એક્સપ્રેસ વે તરફ આગળ વધીને પાંચ કિલોમીટર ટોલબૂથ દૂર હતો ત્યારે ટ્રક અટકાવવાને બદલે હંકારીને ટોલબૂથ સુધી લઈ ગયો હતો.

ટ્રક ચાલક મેરિયા રમેશભાઈ સ્ક્રેપનો સામાન લઈને મુંબઈથી બનાસકાંઠા તરફ જઈ રહ્યા હતા. ત્યારે વડોદરા પાસેથી પસાર થતાં એક્સપ્રેસ વે પર ટ્રક ચલાવતા હતા ત્યારે અચાનક નીચે ધુમાડો દેખાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. તેઓ એક્સપ્રેસ વે તરફ દુમાડ ચોકડીથી આગળ વધ્યા ત્યારે ટોલબૂથ પાંચ કિલોમીટર દૂર બાકી હતો. ત્યારે તેઓએ ટ્રકને રોકવાના બદલે તેઓ દોડાવી અને ટોલબૂથ સુધી લઈ ગયા હતા.

ટોલબૂથના કર્મીઓએ ફાયરબ્રિગેડને જાણ કરી

સળગતી હાલતમાં ટ્રક ટોલબૂથ પર પહોંચતા જ અહીંના કર્મચારીઓએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આથી તાત્લાલિક વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં તેમણે આગને કાબૂમાં લીધી હતી. તે પહેલા જ્યારે ટ્રક ટોલબૂથ પર પહોંચતા જ અફરાતફરી મચી ગઈ હતી.

ટ્રક ડ્રાઈવર રમેશભાઈના જણાવ્યા મુજબ તે મુંબઈથી સ્ક્રેપનો સામાન લઈને બનાસકાંઠા જઈ રહ્યો હતો. વડોદરા દુમાડ ચોકડી નજીક ટ્રકમાં ધુમાડો દેખાતા રાતનો સમય હોવાથી તે ટ્રકને ટોલબૂથ સુધી લઈ ગયો હતો. સળગતી હાલતમાં તે પાંચ કિલોમીટર ટ્રક હંકારીને ટોલબૂથ સુધી પહોંચ્યો હતો. બાદમાં ફાયર કર્મચારીઓએ આગને કાબૂમાં લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટ્રકમાં આગ લગતા બાળક સહિત ત્રણ બળી ભડથું, 150 ઘેટા-બકરાના પણ મોત

આ પણ વાંચો: મોડાસા શામળાજી હાઇવે પર ટ્રકમાં આગ, ફૂટા ગામ પાસે ટ્રકમાં એકાએક લાગી આગ, ગેરેજમાં ટ્રકનું રીપેરીંગ દરમિયાન લાગી આગ

આ પણ વાંચો: ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રકમાં ભભૂકી ઉઠી આગ, મરચાંની 20 ભારીઓ બળીને ખાખ