Entertainment News/ 2025 માં ગૂગલ પર સૌથી વધારે સર્ચ થયેલી બ્લોક બસ્ટર ફિલ્મ..’સૈયારા’…!

2025 પૂર્ણતાના આરે છે ત્યારે ગૂગલ દ્વારા આ વર્ષની સર્ચ રેન્કિંગની યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં ‘સૈયારા’ ફિલ્મ નંબર 1 બની છે, વોર 2 અને કાંતારા ચેપ્ટર 1…

Trending Entertainment
2025 ,ગૂગલ, સૈયારા

Entertainment News: 2025નું વર્ષ મનોરંજનના મામલે એકદમ જ અણધાર્યું અને આશ્ચર્યચકિત્ કરનારું નિવડ્યું છે! આ વર્ષે બોક્સ ઓફિસ અને સર્ચ એન્જીન ગૂગલ (Google Search) પર કેટલીક એવી ફિલ્મોએ (Films) પણ ધમાલ મચાવી કે જેના વિશે ભાગ્યે જ કોઇએ વિચાર્યું હશે! એક એવી ફિલ્મ છે જેણે તો ‘વોર 2’ (War 2) અને ‘કાંતારા ચેપ્ટર 1’ (Kantara Chapter 1)ને પછડાટ આપીને નંબર 1 બનવામાં સફળતા મેળવી છે..! એ છે સૈયારા...તો ચાલો આ અને આવી અણધારી સફળતા મેળવનારી, વર્ષ 2025માં સૌથી વધારે સર્ચ થયેલી ભારતીય ફિલ્મો (Indian Movies) વિશે જાણીએ…

2025 ,ગૂગલ, સૈયારા

થિયેટર્સમાં આ વર્ષે એવી ઘણી ફિલ્મો રિલીઝ થઇ હતી જેમણે દર્શકોને સરપ્રાઇઝ કર્યા છે! પરંતુ, એવી મૂવીઝ પણ આવીને ગઇ જેમાં મોટા-મોટા ફિલ્મી સિતારાઓ અને મસમોટું બજેટ હોવા છતાંયે એ દર્શકોને લોભાવી શકી ન હતી! હવે તો વર્ષ 2025 (Year 2025) પૂર્ણતાના આરે છે ત્યારે ગૂગલ દ્વારા 2025 ની સર્ચ (Google Search) રેન્કિંગની યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં દર્શાવાયું છે કે, આ વર્ષે દર્શકોએ સૌથી વધુ કઇ-કઇ ફિલ્મો, સીરિઝ અથવા તો અન્ય વિષય અંગે સર્ચ કરેલું છે. આ વર્ષે બિગ બજેટ અને મોટા સ્ટાર ધરાવતી ઋતિક રોશન તથા જુનિયર એનટીઆર (Hrithik Roshan and Jr. NTR) જેવા સ્ટાર ધરાવતી ફિલ્મ ‘વોર 2’ અને રજનીકાંત સ્ટારર્ ‘કુલી’ (Coolie) જેવી મેગા ફિલ્મો રિલીઝ થઇ હતી. પરંતુ, તમને એ જાણીને નવાઇ લાગશે કે, ગૂગલ પર આ સુપરસ્ટાર્સની નહિં પણ બે નવોદિત સ્ટાર ધરાવતી મૂવી વિશે વધારે સર્ચ થયું છે!

2025 માં ગૂગલ પર નંબર 1 બની આ બ્લોક બસ્ટર ફિલ્મ ‘સૈયારા’

આ ફિલ્મનું નામ છે ‘સૈયારા’ (Sayyaraa)…ગૂગલ પર આ મૂવીને સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી! જે ફિલ્મ માટે કોઇને પણ આશા ન હતી કે, એ આટલી મોટી હિટ મૂવી સાબિત થઇ શકે છે, પરંતુ દર્શકોએ એને ઘણી જ વધાવી હતી અને એની સ્ક્રિપ્ટ, કથાનક, સ્ટાર્સનું પર્ફોર્મન્સ અને ગીતોને વિશેષ રુપે પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને મોહિત સૂરી દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી છે અને આ મૂવીથી અહાન પાંડે (Ahan Pandey)એ પોતાની બોલીવુડ કારકિર્દીના પગરણ માંડ્યા છે. અનીત પડ્ડા (Anit Padda)ની વાત કરીએ તો આ એમનો ત્રીજો એક્ટિંગ પ્રોજેક્ટ હતો. આ પહેલા એ ‘સલામ વેંકી’ અને ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’ માં પણ દેખાઇ ચૂકી છે. જેવી આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઇ કે, એણે અઢળક કમાણી કરવા સાથે કેટલાય રેકોર્ડ પણ તોડ્યા હતા અને નવા રેકોર્ડ પણ બનાવ્યા હતા. આ સાથે જ ગૂગલ પર 2025માં ભારતની સૌથી વધુ સર્ચ થનારી ફિલ્મ બની ગઇ છે!

2025 ,ગૂગલ, સૈયારા

ગૂગલ પર વધુ સર્ચ થનારી અન્ય ફિલ્મો

‘સૈયારા’ પછી બીજા નંબર પર છે ઋષભ શેટ્ટી (Rishabh Shetty)ની કાંતારા ચેપ્ટર 1…વર્ષ 2002માં કાંતારા રિલીઝ થયા પછી આ મૂવીના બીજા ભાગની ફેન્સ જબરજસ્ત રાહ જોઇ રહ્યા હતા. એ રિલીઝ થતાવેંત દર્શકોએ એને બહોળો આવકાર આપ્યો અને પ્રેમ વરસાવ્યો હતો. એના શાનદાર વિઝ્યુઅલ્સ, વિશાળ રહસ્યમય કથાનકે દર્શકોને આખરી મિનિટ સુધી જકડી રાખવામાં સફળતા મેળવી હતી. આખા વર્ષ દરમિયાન, આ મૂવી ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. આ ઉપરાંત, તમિલ સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ની ‘કુલી’ ત્રીજા નંબર પર રહી હતી. આ મૂવીના સર્ચ થવાના કારણોમાં, એની મજબૂત પટકથા ઉપરાંત એની મેગા સ્ટાર કાસ્ટ પણ સામેલ છે. આ ફિલ્મમાં રજનીકાંતની સાથોસાથ નાગાર્જુન, આમિર ખાન (Nagarjun, Aamir Khan), શૌબીર સાહિર અને શ્રુતિ હાસન જેવા કલાકારોએ પણ કામ કરેલું છે.

2025 ,ગૂગલ, સૈયારા

ટૉપ 5 માં આ ફિલ્મોએ મેળવ્યું સ્થાન

યશ રાજ બેનર (Yash Raj Films) ની ‘વોર 2’ આ લિસ્ટમાં ચોથા નંબર પર રહેવા પામી હતી જ્યારે 2016 ની રોમેન્ટિક ડ્રામા મૂવી ‘સનમ તેરી કસમ’ (Sanam Teri Kasam) વર્ષ 2025માં ફરીથી રિલીઝ થતાં એનો ક્રેઝ છવાઇ ગયો અને ફ્લોપ ફિલ્મનો ઠપ્પો લાગેલી આ મૂવી સુપરહિટ સાબિત થઇ હતી. ગૂગલ પર આ ફિલ્મને ઘણી સર્ચ કરવામાં આવી હતી અને સર્ચના મામલામાં એ ચોથા નંબર પર છે.

ટૉપ 10માં સામેલ આ ફિલ્મો

ગૂગલ પર સર્ચ થયેલી અન્ય ભારતીય ફિલ્મોની વાત કરીએ તો ટોપ 10માં ‘માર્કો’, ‘હાઉસફૂલ 5’, ‘ગેમ ચેન્જર’, ‘મિસીસ’ તથા એનિમેટેડ મૂવી ‘મહાવતાર નરસિમ્હા’ એ સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2025માં સર્ચ કરવામાં આવેલી આ મૂવીઝનું લિસ્ટ જોઇને એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે, દર્શકો માત્ર મોટા સ્ટારને જ નહિં પરંતુ નવા કથાનક, જૂની સ્મૃતિઓ અને નવોદિત કલાકારોને જોવાનું પણ એટલું જ પસંદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘સૈયારા’ એક નવો રેકોર્ડ બનાવશે, 12મા દિવસે વિશ્વભરમાં પોતાનો ટ્રેન્ડ સેટ કર્યો!

આ પણ વાંચો: ચાહકોએ ‘સૈયારા’ ના ગીતોને હિટ બનાવ્યા, મોહિત સૂરીની ફિલ્મોના આ ગીતો પણ ચાર્ટબીટ પર હિટ રહ્યા છે

આ પણ વાંચો: સૈયારાની ‘વાણી’ અનિત પદ્દાને આ કારણોસર ખૂબ ટ્રોલ કરવામાં આવી, લોકોએ કહ્યું તે ભૂલી ગઈ લાગે છે!