Kutch News/ કચ્છની લોકનારીઓએ ગૃહ ઉદ્યોગ થકી પોતાની કલાના કામણ પાથરી વિશ્વ ફલક પર બનાવી આગવી ઓળખ

આ સખી મંડળ દ્વારા મડવર્ક, ગોબર આર્ટ, વિવિધ ભરતકામ, ગોબરથી બનાવેલી ઘર સુશોભનની વસ્તુઓ તેમજ હેન્ડમેડ જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે.

Top Stories Gujarat

Kutch News: ગુજરાત ભાતીગળ સંસ્કૃતિઓની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય છે. આ ધરતી પર અનેક લોકોએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. લોક સંસ્કૃતિએ વિવિધ કળાઓથી ભરપૂર માનવસમૂહ દ્વારા થયેલું સર્જન છે. આ જ સર્જનયાત્રામાં કચ્છની લોકનારીઓ વિવિધ હસ્તકળાના માધ્યમથી આ સંસ્કૃતિને જીવંત રાખી રહી છે.

રાજ્યના છેવાડાના ગામમાં રહેતી, ઘર સંભાળતી લોકનારીઓ સરકારના આર્થિક સહયોગ તથા માર્કેટીંગ પ્લેટફોર્મ થકી આજે વૈવિધ્યસભર કલાથી વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. રાજ્ય સરકારના મહિલાઓને પ્રોત્સાહન આપવાની નીતી હેઠળ આવા જ ભુજમાં આયોજિત હાથશાળ અને રાખી મેળામાં પોતાની કલાનું પ્રદર્શન કરતા સખીમંડળના માધાપરના મહિલા છાયાબેન ભટ્ટ પાસેથી જાણીએ તેમના ભાતીગળ કલા અને આવડતના ઉત્કૃષ્ટ સર્જન વિશે….

કચ્છના માધાપરના રહેવાસી છાયાબેન ભટ્ટે ભુજ હાટ ખાતેના પ્રદર્શન વિવિધ સ્ટોલનું આયોજનમાં તેમને પ્રથમ વખત પોતાની કામગીરી લોકો સુધી પહોચાડવાની અમૂલ્ય તક મળી તે બદલ ખુશી વ્યક્ત કરી હતી.આ સાથે જ છાયાબેને જણાવ્યુ હતું કે, તેઓ જય અંબે મિશન મંગલ અને પૃથ્વી મિશન મંગલમ સખી મંડળ સાથે જોડાયેલા છે. જેમાં વિવિધ ગામના 22 બહેનો સાથે મળીને પોતાની કલા થકી ઘરે બેઠા આવક પ્રાપ્ત કરી રહી છે.

આ સખી મંડળ દ્વારા મડવર્ક, ગોબર આર્ટ, વિવિધ ભરતકામ, ગોબરથી બનાવેલી ઘર સુશોભનની વસ્તુઓ તેમજ હેન્ડમેડ જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. આમ, સરકારની યોજના હેઠળના સખીમંડળના માધ્યમથી સંગઠિત અશિક્ષિત મહિલાઓ પણ ઘરે જ રહીને પોતાની આવડત થકી માસિક રૂ. ૭ થી 8 હજારની આવક કરીને ઘરમાં મદદરૂપ થઈ રહી છે.

વધુમાં તેઓ ઉમેરે છે કે, મહિલાઓ દ્વારા સંચાલિત ગૃહ ઉદ્યોગ આજે ફૂલ્યો ફાલ્યો છે. જેના થકી અનેકવિધ મહિલાઓના ઘર આજ ફરી ખીલ્યા છે. મહિલાઓના આ વિકાસમાં રાજ્ય સરકાર દ્વારા લોનની યોજના અને ઉદ્યોગના પ્રચાર પ્રસાર માટે ગોઠવવામાં આવતાં વિવિધ પ્રકારના એક્ઝીબિશન દ્વારા આજે મારા જેવી અનેક મહિલાઓને લાભ થઈ રહ્યો છે, તો છેવાડાની મહિલાને પોતાની કલા થકી આવકનો સ્ત્રોત પ્રાપ્ત થઈ રહ્યો છે. મહિલાઓના વિકાસ માટે હંમેશા ચિંતિત એવા રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યકત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં લથડિયા ખાતા શિક્ષણને ચલાવવા માટે 4100 વિદ્યાસહાયકોની ભરતી લાભકારક ઠરશે કે કેમ?

આ પણ વાંચો:કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

આ પણ વાંચો:ડ્રગ્સ સામે જંગ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે