કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં જબરદસ્ત તબાહી મચી ગઇ છે. ભારતમાં ચેપના કેસમાં ઘટાડો થતો હોવા છતાં કેટલાક દેશોમાં આ સ્થિતિ ફરીથી ચિંતાજનક બની છે. આ દરમિયાન કોરોનાનાને લઇને અન્ય એક સમાચાર સામે આવ્યા છે. ઇટાલીમાં કોરોનાને કારણે એક મહિલાની આંગળીઓ ગેંગ્રેનનો શિકાર બની. મહિલાની આંગળીઓ સંપૂર્ણપણે કાળી થઈ ગઈ, ત્યારબાદ આંગળીને કાપવી પડી.
ડૉક્ટરોએ કહ્યું કે લોહી જામી જવાને કારણે મહિલાની આંગળીઓ કાપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહિલાની ઉંમર 86 વર્ષ કહેવાય છે. યુરોપિયન જર્નલ ઓફ વેસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે સ્ત્રી વાયરસથી થતી આડઅસરનો ભોગ બની હતી, આ વાયરસથી થતાં રોગનું ગંભીર સ્વરૂપ સર્જાયુ છે. પીડિત મહિલા ગયા વર્ષે એપ્રિલમાં કોરોના પોઝિટિવ હતી.
વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર
The list of mysterious symptoms related to the coronavirus keeps getting longer.
The latest unexpected side effect happened to an 86-year-old woman in Italy, whose fingers turned black with gangrene as COVID-19 caused severe clotting, cutting off thehttps://t.co/HgWM4UTfhO pic.twitter.com/pnPtcMr3ep
— CHARLES IGBINIDU (@CFOPUBREL) February 13, 2021
રિપોર્ટ અનુસાર ચેપથી મહિલાના શરીર પર ભારે અસર થઈ હતી. તેની આંગળીઓને ગેંગ્રેઇન થયું હતું, ત્યારબાદ મહિલાની ત્રણ આંગળીઓ કાપવી પડી. અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે શરીર પર આડઅસર ત્યારે દેખાય છે ત્યારે શરીર પર આવી અસર જોવા મળે છે.
વૈજ્ઞાનિકો માને છે કે સ્ત્રીને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ થઈ શકે છે, જેના કારણે હૃદયમાં લોહીનો પ્રવાહ અચાનક ઓછો થઈ જાય છે અને લોહી ગંઠાઇ જવાને કારણે આંગળીઓને લોહી પહોંચી શકતું નથી. ડૉકટરો કહે છે કે મોટા પાયે કોરોનાથી પીડિત દર્દીઓમાં લોહી જામી જવાની ફરિયાદો આવી છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર રૂપેન આર્યના જણાવ્યા અનુસાર ગયા વર્ષે મે મહિનામાં આ સમસ્યા જોવા મળી હતી.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો ચેપથી હજું પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ન્યુઝીલેન્ડમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.r
