Not Set/ કાશ્મીર મામલે ફરી તુર્કીનાં વાંકા બોલ, પાકિસ્તાનની જેમ તુર્કી માટે પણ કાશ્મીર મહત્ત્વનું : પ્રમુખ-રિસેપ તૈયપ,

પાકિસ્તાન પાસે હાલ એક ને માત્ર એક જ મુસદ્દો છે અને તે છે કાશ્મીર અને જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ભારત પ્રવાસે આવવાની ગણતરીની કલાકો છે ત્યારે પાકિસ્તાન આંતકી સામે પગલા અને બીજા દેશોને કાશ્મીર મામલે ઉશ્કેરીને પોતાનો ઉલ્લુ સીધો કરતુ જોવામાં આવી રહ્યું છે. આજ તર્જ પર જેણે તુર્કી પણ પાકિસ્તાનનો હાથો બન્યુ હોય […]

Top Stories World

પાકિસ્તાન પાસે હાલ એક ને માત્ર એક જ મુસદ્દો છે અને તે છે કાશ્મીર અને જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ભારત પ્રવાસે આવવાની ગણતરીની કલાકો છે ત્યારે પાકિસ્તાન આંતકી સામે પગલા અને બીજા દેશોને કાશ્મીર મામલે ઉશ્કેરીને પોતાનો ઉલ્લુ સીધો કરતુ જોવામાં આવી રહ્યું છે. આજ તર્જ પર જેણે તુર્કી પણ પાકિસ્તાનનો હાથો બન્યુ હોય તેવી રીતે તુર્કીનાં પ્રમુખ રિસેપ તૈયપ એર્દોગાને ફરી કાશ્મીર મામલે વિવાદીત નિવેદન કરી વટાણા વેરીયા છે.

 પાકિસ્તાનનો ઇસ્લામીક ધ્રૃવીકરણનો પેંતરો

તુર્કીના પ્રમુખ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કર્યો છે. પાકિસ્તાની સંસદના બંને ગૃહોને સંબોધન કરતાં તેમણે એવું નિવેદન આપી દીધું કે ભારત સાથેના સંબંધો ખરાબ થઇ જાય. એર્દોગાને કહ્યું કે કાશ્મીરમાં જુલમ થઇ રહ્યો છે અને તેઓ ચૂપ નહીં રહે. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને બિનશરતી સમર્થન આપવાનું વચન આપી દીધું. એર્દોગાનનું સમગ્ર ભાષણ ઇસ્લામ અને મુસ્લિમોની આસપાસ જ ઘૂમતું રહ્યું. મુસ્તુફા કમાલ પાશા ઉર્ફ અતાતુર્કના ધર્મનિરપેક્ષ સાંસ્કૃતિક વારસાથી વિપરીતપણે એર્દોગાન જાણે કે વિશ્વભરના મુસ્લિમોના તારણહાર બનવા પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જમીન પર ખેંચેલા કોઇ સીમાડા ઇસ્લામને માનનારાઓમાં ભાગલા નહીં પાડી શકે.

તમારું(પાકિસ્તાન) દુ:ખ મારું(તુર્કી) દુ:ખ છે : તુર્કીના પ્રમુખ રિસેપ તૈયપ એર્દોગાન

આતંકવાદના જનક પાકિસ્તાન વિષે એર્દોગાને કહ્યું કે પાકિસ્તાન પોતે જ આતંકવાદનો સામનો કરી રહ્યું છે. સાંસદોની તાલીઓના ગડગડાટ વચ્ચે તેમણે કહ્યું કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પણ તુર્કી પાકિસ્તાનને બિનશરતી સમર્થન આપશે. પાકિસ્તાનને પોતાનું ઘર કહીને એર્દોગાને ઇમરાનને ખુશ કરી દીધા. એર્દોગાને કહ્યું કે, ‘તમારું દર્દ મારું દર્દ છે. આપણી દોસ્તી પ્રેમ અને સન્માન પર આધારિત છે. તુર્કી પાકિસ્તાનના વિકાસમાં સહયોગ કરતું રહેશે.’ એર્દોગાન આ પહેલાં ૨૦૧૬માં પણ પાકિસ્તાની સંસદને સંબોધી ચૂક્યા છે.

પૂર્વે ટ્રમ્પે એદોર્ગનને કર્યા હતા આ રીતે સીધા

એર્દોગાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે મધ્ય-પૂર્વમાં અમેરિકી પીસ પ્લાન હકીકતે આક્રમણ કરવાનો ઇરાદો ધરાવે છે. મુસ્લિમો જ્યાં પણ હણાઇ રહ્યા હોય ત્યાં મુસ્લિમોએ એકજૂટ થવાની જરૂર છે. એર્દોગાને પાકિસ્તાની સંસદને સંબોધિત કરતાં બધાને ખુશખુશાલ કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.