Russia US Tentions/ રશિયાએ કર્યો મોટો દાવો, ‘યુક્રેનિયન બાયો-લેબને ભંડોળ આપીને અમેરિકા ઝેરી શસ્ત્રો બનાવી રહ્યું છે’

રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયન સરકારનું કહેવું છે કે આ યુદ્ધ અમેરિકા અને તેના સાથીઓએ શરૂ કર્યું હતું.

Top Stories World

Russia US Tentions:  રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયન સરકારનું કહેવું છે કે આ યુદ્ધ અમેરિકા અને તેના સાથીઓએ શરૂ કર્યું હતું. હવે રશિયાએ વધુ એક મોટો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે યુક્રેનમાં બનેલી બાયોકેમિકલ લેબને અમેરિકા ફંડ આપી રહ્યું છે. જ્યાં જૈવિક અને રાસાયણિક હથિયારો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વ્લાદિમીર પુતિનની(Russia US Tentions) આગેવાની હેઠળના રશિયાના સંરક્ષણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, “અમારી પાસે પુરાવા છે કે યુએસ યુક્રેનમાં બાયોકેમિકલ લેબ માટે ભંડોળ પૂરું પાડે છે અને તે લેબમાં લશ્કરી બાયો-પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.” રશિયન સૈન્ય કમાન્ડરે કહ્યું, “તેઓ ઘાતક જૈવિક અને રાસાયણિક હથિયારો તૈયાર કરી રહ્યા છે.

હાલમાં અમેરિકાની સરકારે રશિયાના (Russia US Tentions) આરોપો પર કંઈ કહ્યું નથી, જોકે યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ રશિયા દાવો કરી રહ્યું છે કે અમેરિકા યુક્રેનમાં ઘણી લેબ ચલાવી રહ્યું છે. અમેરિકન સરકારે તે માટે સંમતિ આપી હતી, પરંતુ રશિયાના તાજેતરના દાવાને અમેરિકા ક્યારેય સ્વીકારશે નહીં. કારણ કે, રશિયાએ અમેરિકા પર જૈવિક અને રાસાયણિક હથિયારો તૈયાર કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, યુએસ સરકારના ઘણા સત્તાવાર નિવેદનોમાં કહેવામાં આવ્યું છે કે જે લેબને યુએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું તે નિષ્ક્રિય કરવામાં આવી છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયને (Russia US Tentions) ટાંકીને સમાચાર એજન્સી Tass.com એ જણાવ્યું કે મોસ્કોમાં વોશિંગ્ટનના ઇન્ટરનેશનલ પેથોજેન રિસર્ચ પ્રોગ્રામ પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં રશિયાના ન્યુક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ ડિફેન્સ ફોર્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવે કહ્યું કે યુક્રેનની અંદર અમેરિકા દ્વારા સંચાલિત લેબમાં ખતરનાક પેથોજેન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇગોર કિરિલોવે કહ્યું, “અમને ઘણા દસ્તાવેજો મળ્યા છે જે દર્શાવે છે કે યુએસ અને યુક્રેન બાયો-લેબમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.

રશિયાના લેફ્ટનન્ટ જનરલ ઈગોરે પોતાના અધિકારીઓને (Russia US Tentions) ચેતવણી આપી છે કે અમેરિકા અને યુક્રેન લેબમાં થઈ રહેલા સંશોધનનો ઉપયોગ રશિયા વિરુદ્ધ કરી શકે છે. તેમણે કહ્યું છે કે લેબમાં ઉપયોગમાં લેવાતા આ ખતરનાક પેથોજેન્સ કોલેરા જેવા રોગોનું કારણ બની શકે છે. આ સાથે અનેક પ્રકારના ફ્લૂ થવાનું જોખમ ઉભું થશે.

women premier league/દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્ને 10 વિકેટે હરાવ્યું, શેફાલીની વિસ્ફોટક બેટિંગ